Not Set/ પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ કર્યો આપઘાત

વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને વલસાડના વેપારીનો પુત્ર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું હતું,

Gujarat Vadodara
વિદ્યાર્થીએ
  • વડોદરામાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • ખાનગી યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
  • યુનિ.ની હોસ્ટેલમાં ત્રીજા માળેથી કૂદી કર્યો આપઘાત
  • આપઘાતનું કારણ અકબંધ
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

છેલ્લા ઘણા દિવસોમાં આપઘાતના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં વિદ્યાર્થીએ  આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી પડતું મૂકીને હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

આપણે જણાવી દઈએ કે, વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને વલસાડના વેપારીનો પુત્ર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું હતું, જો કે આત્મહત્યાનું નક્કર કારણ પોલીસને જાણવા મળ્યું ન હતું પણ પ્રાથમિક તપાસમાં પરિવારે અભ્યાસમાં ઠપકો આપ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરતા સૌરભની સાથે રૃમમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે સાંજે જમવા માટે જતા હતા તે સમયે સૌરભ તેના ભાઇ સાથે આવ્યો હતો અને બાદમાં તેનો ભાઇ તેની રૃમમાં જતો રહ્યા પછી  સૌરભે આ પગલું ભર્યું હતું.

વિદ્યાર્થી થોડા દિવસોથી ડિપ્રેશનમાં હોવાની સૂત્રોથી જાણકારી મળી હતી અને તેજ કારણે તેને મોતની છલાંગથી હતી. વિદ્યાર્થીએ ભૂસકો મારતાં તેના અવાજના પગલે અન્ય વિદ્યાર્થીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માથા તેમજ ચહેરાના ભાગે તેને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયાના પીઆઇ દેસાઇએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે અમે પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે અભ્યાસ બાબતે થોડા દિવસો પહેલા અમે સૌરભને ઠપકો આપ્યો હતો. જો કે ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો :રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢવા મામલે નાગરિકો પાસેથી પૈસા ખંખેરતા વચેટીયાઓનું પર્દાફાશ કરતું

આ પણ વાંચો :કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ વધુ 3 આરોપીઓની કરી ધરપકડ,જાણો વિગત

આ પણ વાંચો :તલાટીની ભરતી માટે દાખલા કઢાવવા ઉમેદવારોને હાડમારી, બેથી ત્રણ દિવસના ધક્કા

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8934 કેસ નોંધાયા , જયારે 34 દર્દીના મોત થયા