Not Set/ અરવલ્લી: સૂર્યા એકલવ્ય શાળામાં દોડ દરમિયાન વિદ્યાર્થી બેભાન, હોસ્પિટલમાં મોત

અરવલ્લી, શામળાજી પાસે આવેલ ખેરચા ગામમાં આવેલ સૂર્યા એકલવ્ય વિદ્યાલયમાં ભણતાં વિદ્યાર્થીનું શામળાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ધોરણ નવનો મનીષ કોટવાલ નામનો વિદ્યાર્થી દોડ દરમિયાન એકાએક બેભાન થઈ ગયો હતો. આથી જમીન પર પટાકાયેલ આ વિદ્યાર્થીને ત્યાં હાજર શિક્ષકે શાળાની ગાડીમાં સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરનાં ડૉક્ટરોએ મનીષ કોટવાલને મૃત […]

Top Stories Gujarat Others
mantavya 273 અરવલ્લી: સૂર્યા એકલવ્ય શાળામાં દોડ દરમિયાન વિદ્યાર્થી બેભાન, હોસ્પિટલમાં મોત

અરવલ્લી,

શામળાજી પાસે આવેલ ખેરચા ગામમાં આવેલ સૂર્યા એકલવ્ય વિદ્યાલયમાં ભણતાં વિદ્યાર્થીનું શામળાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ધોરણ નવનો મનીષ કોટવાલ નામનો વિદ્યાર્થી દોડ દરમિયાન એકાએક બેભાન થઈ ગયો હતો. આથી જમીન પર પટાકાયેલ આ વિદ્યાર્થીને ત્યાં હાજર શિક્ષકે શાળાની ગાડીમાં સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ત્યાં ફરજ પરનાં ડૉક્ટરોએ મનીષ કોટવાલને મૃત જાહેર કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વીરપુર ગામનો મનીષ વતની છે.

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી પાસે આવેલ ખેરનચા ગામે આવેલ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં આજે સવારે ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મનીષ કોટવાલ કે જે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વીરપુર ગામનો વાતની છે.

મનીષ કોટવાલ સૈનિક સ્કૂલમાં પીટી કસરત માટે હોસ્ટેલથી 200 મીટર દૂર આવેલ રમતના મેદાને ગયો જ્યાં મનીષ દોડ લગાવી રહ્યો હતો તે દરમિયાન એકાએક જમીન પર પટકાઈ પડ્યો સ્થળ પર હાજર શિક્ષકે સ્કૂલ ની ગાડીમાં વિદ્યાર્થીને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ ખસેડાયો જ્યાં ફરજ પરના ડોક્ટરે મનીષ કોટવાલ ને મૃત જાહેર કર્યો હતો