Bhavanagar News : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક લિ.ની ભરતી પર આરોપ લગાવીને કહ્યું કે તેમાં કૌભાંડ થયું હોવાનું લાગી રહ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે, “ગુજરાતની એક અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય, આશ્ચર્યચકિત ભરતી” પહેલા તમે તથ્યો વાંચો, જોવા જેવા સંયોગ દેખાશે, પછી ત્યાંની સ્થાનિક લોકમુખ વાણી વાંચો એટલે ખ્યાલ આવશે કે “#આ સંયોગ નથી આ સુનિયોજિત ગોઠવણ છે “તથ્યો આધારિત વાત👇ગુજરાતની એક એવી ચમત્કારિક ભરતીની” જેમાં પરીક્ષા છે પરંતુ સિલેબસ નથી. પરીક્ષા ના 2 તબક્કા છે, પરંતુ કેના કેટલા માર્ક્સ છે તેનો નોટિફિકેશનમાં કોઈ ઉલ્લેખ જ નથી, જેમાં પારદર્શિતાની વાતો બહુ થાય છે, પરંતુ દેખાતી ક્યાંય નથી.
ભરતીની માહિતી
ભાવનગર ડિસ્ટ્રીક કો. ઓપરેટીવ બેન્ક દ્વારા લેવામાં આવેલ કલાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા તા. 26/02/2025ના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ અને સમય સવારે 6.10/30 થી 12/30 નો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ પાસેથી પ્રશ્નપત્ર જવાબવહી તથા પરીક્ષાની હોલ ટીકિટ લઇ લેવામાં આવેલ હતા. પરીક્ષાર્થીઓ સવાલ કર્યો કે, શા કારણસર પરીક્ષાર્થીઓ પાસેથી પ્રશ્નપત્ર લઇ લેવામાં આવ્યા? ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓ યોજતી સંસ્થા જેવી કે GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પોલીસ ભરતી બોર્ડ વગેરે જેવી સંસ્થાઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજે છે અને પરીક્ષા લઇ લીધા બાદ પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓને લઈ જવા આપે છે. જેથી પરીક્ષાર્થીઓ પોતે આપેલા જવાબ સામે જયારે આન્સર કી આવે ત્યારે જવાબ સામે વાંધા અરજી કરી શકે.
યુવરાજ સિંહનો આરોપ
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કહ્યું કે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્ક લિ. ની પરીક્ષા લેવાના છે, તેની અચાનક જ 22 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. (જાણ ઇમેઇલ દ્વારા અને કોલ લેટર કુરિયર દ્વારા) સ્પર્ધાત્મક પરીક્ષાના 12 વર્ષના અનુભવમાં પહેલી વાર આવું જોયું. પરીક્ષા તારીખ : 26 ફેબ્રુઆરી (કોલ લેટરની જાણ કર્યાને ચોથા જ દિવસે) પરીક્ષા પદ્ધતિનો પ્રકાર OMR અને MCQ ના 100 પ્રશ્નો. (ગુણનો ક્યાય પ્રસિદ્ધ જાહેરાત માં ઉલ્લેખ નહીં.) આશાસ્પદ અને નોકરી વાંચ્છુક ઉમેદવારો હોંશેહોંશે પરીક્ષા આપવા તો પહોંચ્યા….પણ ઉમેદવારોને પરીક્ષાખંડમાં કોઈ જાતનું ચેક કરવામાં ન આવ્યું. ના તો બાયોમેટ્રિક કરવામાં આવ્યું, બસ કોલ લેટર હાથમાં હોવો જોઈએ. (કોલ લેટર પણ ફોટા વગરનો (કોઈ ડમી ઉમેદવાર આવીને પરીક્ષા આપી દે તો પણ કોઈ ચેક કરવા માટે પૂરતી વ્યવસ્થા નહીં). વર્ગખંડમાં પરીક્ષાર્થીઓને હાથમાં આપવામાં આવેલ પેપરમાં કોઈ જ પ્રકારનું સીલ પણ નહીં.
સિલેબસ જાહેર નહોતો કર્યો
યુવરાજ સિંહે ઉમેર્યું કે, અજીબ વાત તો તે પણ છે કે પરીક્ષાના પ્રશ્નો કઈ ભાષામાં હશે ? શું સિલેબસ હશે ? તેવી કોઈ જ પાયાની માહિતી ક્યાય આપવામાં આવેલ નહીં. સિલેબસ સુધ્ધાં પણ કોઈ જગ્યાએ પ્રસિદ્ધ કરવામાં ન આવ્યો. 26 તારીખે ઉમેદવારોના હાથમાં પેપર આવ્યું તો ઉમેદવારોને ખ્યાલ આવ્યું કે 50 પ્રશ્નોની “ભાષા અંગ્રેજી” અને 50 પ્રશ્નોની “ભાષા ગુજરાતી” (બાકી પ્રશ્નો તો સામાન્ય જ્ઞાન, ગણિત, રિઝનિંગ….), સૌથી નવાઈ ઉપજાવનારૂ OMR માં જોવા મળ્યું. તાજુબની વાત એ છે કે OMR માં ઉમેદવારના નામ સાથે મોબલાઈ નંબર લખવાની ફરજિયાત ફરજ પાડવામાં આવી હતી. તમામ OMR એક જ સિરીઝની અને તે પણ A-OMR માં કોઈ જગ્યાએ કોઈ જ બારકોડ નહીં.
પરીક્ષા પૂરી થઈ ગઈ તો સંચાલકો દ્વારા OMR લઈ લીધી એટલું જ નહીં, પ્રશ્ન પેપર પણ લઈ લીધું અને કોલ લેટર પણ પરત લઈ લેવામાં આવ્યો. હવે વિચારો કોઈ ઉમેદવારને વાંધા અરજી આપવી છે તો કેમ આપે ? ઉમેદવાર પાસે તો પ્રશ્નપત્ર પણ નથી, કોઈ ઉમેદવારને પોતાના માર્કસ ચેક કરવા છે તો કેમ કરે ? તેની પાસે તો OMR ની કોપી જ નથી. કોઈ ઉમેદવારને સ્પર્ધામાં બીજા ઉમેદવાર કરતા કેટલા આગળ છે કે પાછળ છે તે જાણવું છે તો ? તો કોઈ મેરીટ યાદી જ નથી. ઉમેદવારે જે પ્રશ્નોનો જવાબ લખ્યો છે તેમાં કોઈ વિસંગત્તા કે ભૂલ લાગે છે તો ક્રોસ ચેક કેમ કરવાનું ? તેની પાસે તો કોઈ આધાર જ નથી. આન્સર કી સુધા નથી. UPSC થી પિયુન સુધીની તમામ પરીક્ષાઓ થી વાકેફ છું, આવું તરકટ ક્યારેય જોયું નથી.
લોકો દ્વારા ચોંકાવનારું જાણવા મળ્યું
આ બધી વાતની પુષ્ટિ કરવા, ઉમેદવારો સાથે ચર્ચા કરવા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ગતરોજ ભાવનગર પહોંચ્યા, ક્રોસ ચેક કર્યું તો પૂરી બાબતને હામી મળી એટલું જ નહીં નવું ઘણું અજુગતું, અજીબ અને ચોંકાવનારું પણ લોકો દ્વારા જાણવા મળ્યું. લોકમુખે ચર્ચા છે કે ભરતી પ્રોસેસ તો ફક્ત ઔપચારિકતા છે બાકી નામ તો પહેલાથી ફાઈનલ જ છે. યુવરાજ સિંહે કહ્યું કે, આચકો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે આ વાત પાછું મોટા ભાગનું ભાવનગર જાણે છે, પત્રકાર જગત, પ્રસાશનતંત્ર, વહિવટીતંત્ર, સત્તાધીશો…., સત્તારૂઢ પાર્ટીના એક નેતા જાહેર મંચ ઉપરથી એવું કહેતા હતા ને કે પહેલું પ્રાધાન્ય કાર્યકર્તાને આપવું, અહીંયા તેનું અમલીકરણ થઈ રહ્યું છે તેની જાણ ભાવનગરના ભાગોળે ભાગોળે છે કે અગાઉથી “સત્તાધીશોના સંબંધીઓ માં જ ભાગીદારીથી સીટોના સોદો તો થઈ ગયેલ છે.” પૂર્વં અને વર્તમાન સત્તાધીશો/હોદ્દેદારોના સુપુત્રો અને સુપુત્રીને ગોઠવણ કરવા માટે આ ભરતીનું સર્કસ રચવામાં આવ્યું છે બાકી જેના ઘરે કથિત ચમત્કાર થવાનો છે તેને નિવેદ તો પહેલેથી જ ધરી દીધા છે.
પરીક્ષાર્થી પ્રહલાદસિંહ કે. ગોહિલે આ મામલે ભાવનગર ડી.કો.બેન્કના ચેરમેન અને મંત્રી, સહકાર વિભાગ ગાંધીનગરને પત્ર લખીને પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્ર પરત કરવા માગ કરી છે. જેથી આ અંગે વહેલી તકે ઘટતુ કરી અમોને અમારુ પ્રશ્નપત્ર મળે તેવી આપ સાહેબને અમારી નમ્ર ભરી વિનંતી છે
ઉમેદવાર દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું કે પરીક્ષા લેવાયેલ સ્થળ L.J. કેમ્પસ અમદાવાદના બ્લોક ચાર માં તો 25 ઉમેદવારના ક્લાસરૂમ માં પેપરના બંડલ ખોલવામાં આવ્યું તો 24 પેપર જ નીકળ્યા. નિરીક્ષકે તો બહુ શોધ્યું પણ મળ્યું નહીં, ઉમેદવારોને રિક્વેસ્ટ પણ કરી કોઈની જોડે 2 પેપર આવી ગયા હોય તો, કહે પણ બધા જોડે એક એક પેપર જ આવ્યા હતા. એટલે પછી તો બહારથી એક વધારાનું પેપર લઈને ઉમેદવારને આપવામાં આવ્યું. હવે આ એક પેપર ક્યાં ગાયબ થઈ ગયું કોઈ હિસાબ જ નહીં !
આ પણ વાંચો:PM મોદી વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સાચવશે, બાદમાં જશે નવસારી
આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ
આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા