વિરોધ પ્રદર્શન/ અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર, અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની હાકલ

અરવલ્લી અને સાબરકાંઠાના વિદ્યાર્થીઓનો આક્રોશ છે કે, પાટણ યુનિવર્સિટીનું અંતર 150 કિમી દૂર આવેલી છે. જેને લઇને અવરજવરમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.

Top Stories Gujarat Others
Untitled 11 3 અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર, અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની હાકલ

ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતના વિધાર્થીઓ માટે પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી આવેલી છે આ યુનિવર્સીટી  સાથે ઉત્તર ગુજરાતમાં આવેલી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ સંકળાયેલી છે. પરંતુ ભૌગોલિક રીતે ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લાની કોલેજ અને વિધાર્થીઓને યુનિવર્સીટીના કામકાજ અંગે યુનીવર્સીટી માં જવું અઘરું પડે છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી પાટણ આશરે ૧૫૦ કિમી દુર પડે છે. આ જીલ્લાના વિધાર્થીઓ વતી અલગ યુનિવર્સીટી ની માંગ કરવામાં આવી છે.

2 54 અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર, અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની હાકલ

અરવલ્લીમાં વિદ્યાર્થીઓનો મદદ માટે પોકાર કરી રહ્યા છે. અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની માંગ ઉગ્ર બની છે. શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા. પાટણમાં યુનિવર્સિટી છે જે આ જીલ્લાથી આશરે 150 કિ.મી દૂર આવેલી છે. જેથી અરવલ્લી-સાબરકાંઠાના વિદ્યાર્થીને યુનીવર્સીટી આવ-જા કરવામાં  હાલાકી પડી રહી છે. આ બન્ને જીલ્લામાં થઇ ને કુલ  જેટલી 130 કોલેજ આવેલી. અને આ તમામ વિદ્યાર્થીઓને યુનિ. દૂર પડે છે. અગાઉ તમામ કોલેજના આચાર્યોએ પણ રજૂઆત કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય આવતા હવે વિદ્યાર્થીઓ વિરોધ નોધાવી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?
અરવલ્લી અને સાબરકાંઠાના વિદ્યાર્થીઓનો આક્રોશ છે કે, પાટણ યુનિવર્સિટીનું અંતર 150 કિમી દૂર આવેલી છે. જેને લઇને અવરજવરમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. અલગ યુનિવર્સિટી બનાવવા વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા છે.

જેને પગલે અરવલ્લી- શામળાજીની કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓની અલગ યુનિવર્સિટીની માંગ કરી રહ્યા છે. કોલેજના મેદાનમાં એકઠા થઇ દેખાવો કર્યા હતા.