Not Set/ 2 શાળાના છાત્રોએ ફેન્સિંગ સ્પર્ધામાં 9 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત એચ.કે.ઝાલા અને કુ.શિવાંગી એન.ઝાલા ઉ.માધ્યમિક સ્કૂલના ખેલાડીઓએ ગાંધીનગર, કડી અને હિંમતનગર ખાતે યોજાયેલી અંડર-14 અને અંડર-17 ફેન્સિંગ સ્પર્ધામાં 9 મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે

Gujarat
4 8 2 શાળાના છાત્રોએ ફેન્સિંગ સ્પર્ધામાં 9 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત એચ.કે.ઝાલા અને કુ.શિવાંગી એન.ઝાલા ઉ.માધ્યમિક સ્કૂલના ખેલાડીઓએ ગાંધીનગર, કડી અને હિંમતનગર ખાતે યોજાયેલી અંડર-14 અને અંડર-17 ફેન્સિંગ સ્પર્ધામાં 9 મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. મેડલ જીતનારા ખેલાડીઓ નેશનલમાં પસંદગી પામ્યા છે.

લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત એચ.કે.ઝાલા અને કુ.શિવાંગી એન.ઝાલા ઉ.માધ્યમિક સ્કૂલના ખેલાડીઓએ ગાંધીનગર, કડી અને હિંમતનગર ખાતે યોજાયેલી અંડર-14 અને અંડર-17 ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ચંદ્રરાજસિંહ સિસોદીયાએ ગોલ્ડ, હાર્દિકસિંહ ઝાલા, વિક્રમ પટણી, ભવ્ય પટેલ, મુકેશ નટ અને જિગ્નેશ મુલાણીએ સિલ્વર મેડલ તથા પાર્થરાજસિંહ ઝાલા, પ્રિયરાજસિંહ ગોહિલ અને સહદેવસિંહ ચાવડાએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર તમામ ખેલાડીઓની નેશનલ માટે પસંદગી કરવામાં આવી છે. મેડલ જીતનારા તમામ ખેલાડીઓને લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટીઓએ અભિનંદન અને નેશનલ ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી હતી