Rajkot News/ વિદ્યાર્થીઓ-વાલીઓનું રસ્તા રોકો આંદોલન, પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ

રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આંદોલન છેડયું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં પ્રાથમિક સુવિધા મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot
Cricket Tutorials YouTube Thumbnail 51 વિદ્યાર્થીઓ-વાલીઓનું રસ્તા રોકો આંદોલન, પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ

Rajkot News: રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આંદોલન છેડયું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં પ્રાથમિક સુવિધા મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ શાળાના સંચાલકો દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ના આવતા આખરે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું.

શહેરમાં એક શાળામાં વિદ્યાર્થીઓને જરૂરી તેવી પ્રાથમિક સુવિધાને લઈને લાંબા સમયથી સમસ્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિયમ મુજબ 5 થી 7 કલાક જેટલો સમય રોકાય છે. ત્યારે આટલો બધો સમય પસાર કરતા વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે વર્ષથી કુમાર શાળા પાડી નાખવામાં આવી હતી અને તોડ્યા છતાં  નવા ઓરડા ના બનાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ મામલે શાળા સંચાલકોને અનેક વખત રજૂઆત કરી છતાં સમસ્યાને અવગણતા તેઓ ધરાર કોઈ સુધારો ના કર્યો.

ગામના આગેવાનો શિક્ષકો અને વાલીઓએ અનેક વખત પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી હતી.  પરંતુ કોઈ ઉકેલ ના આવતા અંતે પોતાની વાત રજૂ કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થી અને વાલીઓએ ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા ગામે વિરોધ શરૂ કર્યો છે. અને આ વિરોધમાં વધુ વાલીઓ જોડાતા રાજકોટ ભાવનગર હાઇવે પર ચક્કાજામ કર્યો.

શાળાઓમાં 5 કલાકથી વધુ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને હાઈતકનીકી નહી પરંતુ પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ. પરંતુ રાજકોટની આ શાળાના સંચાલકો આ બાબતથી અજ્ઞાન હોવાનું દેખાય છે અને એટલે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. એવું કહી શકાય કે અત્યારે લોકોએ પોતાની વાત મનાવવા આખરે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે તેના વગર માલિકો અને સંચાલકો કે તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે

આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ