Not Set/ ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીને ડિપ્લોમામાં પ્રવેશ, 30 હજાર વિદ્યાર્થીઓને થશે લાભ

આ વિધાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ડિપ્લોમાં કોલેજોમાં હાલ 30 હજાર બેઠકો ખાલી પડી છે. વર્ષ 2016થી સરકારે ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓનો ડિપ્લોમામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

Gujarat Others Trending
meta 7 ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીને ડિપ્લોમામાં પ્રવેશ, 30 હજાર વિદ્યાર્થીઓને થશે લાભ
  • ગ્રેસિંગ માર્ક્સ સાથે 30 હજાર વિદ્યાર્થીઓ પાસ
  • વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણયઃ વાઘાણી
  • ભવિષ્યમાં રોજગારી મળે તે માટે નિર્ણયઃ વાઘાણી
  • રાજ્યની ડિપ્લોમાં કોલેજોમાં બેઠકો ખાલી
  • 30 હજાર બેઠકો ખાલી પડી છે વર્ષ 2016થી

રાજ્ય સરકારે વિધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લઇ રાજ્યના વિધાર્થીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. ગ્રેસીંગ માર્ક સાથે પાસ થયેલા વિધાર્થીઓને હવે ડિપ્લોમામાં પ્રવેશ આપવા માટે સરકારે નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયનો ફાયદો રાજ્યના ૩૦ હાજર જેટલા વિદ્યાર્થીઓ ને થશે ૩૦ હાજર જેટલા વિધાર્થીઓ હવે સહેલી થી ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકેશે. અને પોતાના ભવિષ્યને નવી દિશા આપી શકશે. અને સહેલાઈથી રોજગારી મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ વિધાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ડિપ્લોમાં કોલેજોમાં હાલ 30 હજાર બેઠકો ખાલી પડી છે. વર્ષ 2016થી સરકારે ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓનો ડિપ્લોમામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાયો હોવાથી ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરથી આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા લાવ્યા હોય તેમને જ ડિપ્લોમામાં પ્રવેશ માટે લાયક ગણ્યા હતા. 2016માં રાજ્ય સરકારના નિર્ણયને કારણે અનેક વિદ્યાર્થીઓનું એડમિશન અટવાયું હતું. જોકે નિયમમાં સુધારો ન કર્યો હોત તો બેઠકો ખાલી પડત અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થાય તેમ હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે માસ પ્રમોશનના કારણે વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને લઇ સ્કૂલોમાં એડમિશન ફૂલ થઈ ગયા છે ત્યારે ડિપ્લોમામાં દર વર્ષે 50 ટકા બેઠકો ખલી રહે છે. આ જગ્યા ભરાય અને વિધાર્થીઓ સારું ભવિષ્ય બનાવી શકે તેવા ઉમદા આસ્શ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Technology / વોટ્સએપ પર તમને કોણે બ્લોક કર્યા છે, જો નથી ખબર તો આ રીતે જાણો..

Technology / વોટ્સએપે 3 નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, WhatsApp વેબ યુઝર્સને ફોટો એડિટ કરવાનો વિકલ્પ પણ મળશે

Technology / જો લગ્ન પછી તમારી અટક બદલાઈ ગઈ હોય તો તેને પાન કાર્ડ પર આ રીતે બદલો

અહેવાલ / હવે મુકેશ અંબાણી બ્રિટનમાં સ્થાયી થશે, રિપોર્ટમાં થયો ખુલાસો

એલર્ટ / શું છે ચીનનું હાઇબ્રિડ વોરફેર, જેના કારણે PM મોદીએ દિવાળી પર સૈનિકોને કર્યા એલર્ટ

કોરોના / ડેપ્યુટી સીએમ અજિત પવારમાં કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ