રજૂઆત/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને છાત્રાયુવા સંઘ સમિતિ દ્વારા 25 ટકા ફી માફી અંગે રજૂઆત

25 ‘ટકા ફી માફી અંગે રજૂઆત

Gujarat
narmad વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને છાત્રાયુવા સંઘ સમિતિ દ્વારા 25 ટકા ફી માફી અંગે રજૂઆત

કોરોના મહામારીમાં દરેક લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે જેના લીધે શૈક્ષમિક સંસ્થાઓમાં ફી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને છાત્રાયુવા સંઘ સમિતિ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને ફી માફી અંગે રજૂઆત કરવામાં આવી  યુનિવર્સિટીએ રજૂઆત માન્ય રાખીને 25 ટકા ફી માફ કરી દીધી છે. અને આ નિયમ યુનિવર્સિટીના તમામ સંલગ્ન કોલેજો અને લાગુ પડે છે, પરંતુ કેટલી કોલેજો દ્વારા આ નિયમ લાગુ પડતો નથી. આજ વાતને લઈને યુનિવર્સિટીના કુલપતિને છાત્રાયુવા સંઘ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી ને લીધે લોકોના ધંધા-રોજગાર બંધ થયા છે. અને વિદ્યાર્થીઓ પુરેપુરી ફી ભરી શકતા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ હેમાલીબેન દેસાઈ દ્વારા 25 ટકા ફી માફીની પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. અને એ પરિપત્ર યુનિવર્સિટીના અંદર માનવતા તમામ સંલગ્ન કોલેજોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ પરિપત્ર સુરતના ડી. આર. બી કોલેજ અને ખોલવાડ કોલેજને લાગુ પડતો ન હોય એમ વિદ્યાર્થીઓ પાસેથી પુરેપુરી ફી હજી પણ લેવામાં આવી રહી છે. આજ વાતને ધ્યાનમાં રાખીને છાત્રા યુવા સંઘ સમિતિ દ્વારા આજરોજ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.