વાવેતર/ સુકા મલક તરીકે આેળખાતા સુરેન્દ્રનગર જિલ્લામાં શેરડીનું સફળ વાવેતર….

જિલ્લાના ખોલડીયાદ, ટીંબા, બાળા અને રામપરા સહીતાના ગામોમાં અંદાજે કુલ ૧૦૦ વીધા થી વધુ જમીનમાં શેરડી નો પાક લહેરાઇ રહ્યો છે.

Gujarat
Untitled 313 12 સુકા મલક તરીકે આેળખાતા સુરેન્દ્રનગર જિલ્લામાં શેરડીનું સફળ વાવેતર....

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતને લઇને આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે આેળખાતો હતો અેટલે કે સુકા પ્રદેશમાં થતી કાંટાળી વનસ્પતિઓના પ્રદેશ તરીકે આેળખાતો હતો પરંતુ નર્મદાના નીર આવતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોઅે પણ વાવેતરની પેટર્નમાં ધરખમ ફેરફાર કર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગે કપાસ, જીરૂ, ઘઉં, ચણા, બાજરી જેવા પરંપરાગત પાકનું જ વાવેતર કરવામાં આવતુ હતુ. તેમાં પણ કપાસના વાવેતરમાં જિલ્લો અવલ્લ હતો કારણ કે દર વર્ષે સરેરાશ ૩.૫૦ લાખ હેક્ટર કરતા પણ વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે.

પરંતુ અનિયમિત વરસાદ, કપાસના પાકમાં ગુલાબી ઇયળોના ઉપદ્રવથી ઉત્પાદનમાં ઘટાડો તેમજ મોંઘા બીયારણ અને દવાના ખર્ચના કારણે ખેડૂતો હવે અન્ય પાકના વાવેતર તરફ વળ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખોલડીયાદ , ટીંબા, રામપરા અને બાળા ગામના ખેડૂતોએ અંદાજે કુલ ૧૦૦ વીઘા કરતા વધુ જમીનમાં શેરડીનું વાવેતર કર્યું છે.ખોલડીયાદ ગામના પ્રવિણભાઇ પઢારીયા છેલ્લા બે વર્ષથી ૯ વિઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે અગાઉ આટલી જ જમીનમાં કપાસના વાવેતરથી માંડ ૫૦ હજાર જેટલી ઉપજ આવતી હતી જેની સામે ગત વર્ષે શેરડીના વાવેતર થી લગભગ ૩ લાખથી વધુની ઉપજ આવી છે.

કપાસનું વાવેતર ખર્ચાળ સાબીત થઇ રહ્યું છે તેમજ ગુલાબી ઇયળોના ઉપદ્રવથી ઉત્પાદન અને ગુણવત્તા માં પણ ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવે છે જ્યારે શેરડીના વાવેતર બાદ બહુ ખર્ચ રહેતો નથી માત્ર નિયમિત પાણી આપવાથી પાક સારો થાય છે. હાલ જિલ્લામાં નર્મદા કેનાલમાંથી પીયત માટે પાણી આપવામાં આવે છે તેથી પાણીના પ્રશ્નની સમસ્યા પણ હલ થઇ ગઇ છે જેથી ખેડૂતો ને તેનો લાભ મળે છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યનો પાક ગણાતી શેરડીનું સુરેન્દ્રનગર જિલ્લામાં સફળ વાવેતર કરી આ ખેડૂતોએ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.