Not Set/ ક્લેઈન વિઝનની ફ્લાઇંગ કારનું ટ્રાયલ પરિક્ષણ,બે મિનિટમાં વિમાનમાં તબદીલ

આ એરકાર જમીન અને હવા બંને પર ચલાવવામાં સક્ષમ

Tech & Auto
car ક્લેઈન વિઝનની ફ્લાઇંગ કારનું ટ્રાયલ પરિક્ષણ,બે મિનિટમાં વિમાનમાં તબદીલ

બોઇંગ સહિત વિશ્વની ઘણી કંપનીઓ ઉડતી કાર વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ સંદર્ભમાં, પ્રખ્યાત સ્લોવાકિયા કંપની ક્લેઇનવિઝનની ઉડતી કારે એરપોર્ટ્સ વચ્ચે તેની પરીક્ષણ ઉડાન ભરી હતી. આ એરકાર જમીન અને હવા બંને પર ચલાવવામાં સક્ષમ છે. તે અચાનક એક કારમાંથી વિમાનમાં ફેરવે છે. આ હાઇબ્રિડ કાર-એરક્રાફ્ટ, એરકાર, BMW એન્જિનથી સજ્જ છે અને પેટ્રોલથી  ચાલે છે.

પ્રથમ ઐતિહાસિક ફ્લાઇટ ક્લેઈન વિઝનના સ્થાપક અને સીઇઓ સ્ટીફન ક્લેઈન દ્વારા ચલાવવામાં આવી હતી. આ પ્રોટોટાઇપ હાઇબ્રિડ કાર-વિમાનની પ્રથમ ઇન્ટર-સિટી ફ્લાઇટ સ્લોવાકિયાના નિત્રા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી શરૂ થઈ હતી. ક્લેઇને રનવેથી ઉપડ્યા અને બ્રાટિસ્લાવા માટે તેની 35 મિનિટની ફ્લાઇટ પૂર્ણ કરી. સિટી એરપોર્ટ પર ઉતર્યા પછી, તેણે લગભગ ત્રણ મિનિટ સુધી સામાન્ય કારની જેમ શહેરની અંદર પણ તેની એરકાર ચલાવી.

આ એરકારનો આ પ્રોટોટાઇપ ક્લેઈન દ્વારા 20 વર્ષોની મહેનત પછી અસ્તિત્વમાં આવી છે ઉલ્લેખનીય કે આ એરકાર દ્વારા અત્યાર સુધીમાં 140 થી વધુ પરીક્ષણ ફ્લાઇટ્સ પૂર્ણ કરી છે.  આ અઠવાડિયા એ આંતર-શહેર ફ્લાઇટનો અત્યાર સુધીની ‘સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસ’ હતો. આ કારને ફક્ત બટન દબાવવાથી વિમાનમાં ફેરવી શકાય છે. કાર તેની એરોડાયનેમિક્સમાં ફેરફાર કરતી વખતે પાંખો અને પૂંછડી કાઞે છે. આ પ્રક્રિયામાં ફક્ત 135 સેકંડનો સમય લાગે છે