મહારાષ્ટ્ર/ ઓનલાઇન ક્લાસ દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો પોર્ન વીડિયો અને પછી…..

દેશ અને દુનિયામાં આજે કોરોનાનાં કારણે લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

Top Stories India
11 24 ઓનલાઇન ક્લાસ દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો પોર્ન વીડિયો અને પછી.....

દેશ અને દુનિયામાં આજે કોરોનાનાં કારણે લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને આ કોરોનાકાળમાં  મોટી તકલીફ પડી રહી છે. તેમને આ કપરા સમયે ઘરેે જ બેસીને ઓનલાઇન ક્લાસથી ભણવુ પડી રહ્યુ છે. જો કે આ કરવુ હિતાવહ છે પરંતુ ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવી જાય છે જે ચોંકાવી દેે છે.

ભડકે બળશે ખિસ્સુ!! / સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

આપને જણાવી દઇએ કે, કોરોના કાળમાં, શાળાઓ અને કોલેજો ઘણા લાંબા સમયથી બંધ છે અને ઓનલાઇન વર્ગો ચાલુ છે. જો કે કેટલીક જગ્યાએ શાળાઓ અને કોલેજો શરૂ થઈ ગઈ છે, તેમ છતાં, મોટાભાગનાં સ્થળોએ ઓનલાઇન વર્ગો ચાલુ છે. ઓનલાઇન વર્ગો દરમ્યાન ઘણા આઘાતજનક અને શરમજનક કિસ્સા બન્યા છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે જ્યાં એક ઓનલાઈન ક્લાસ દરમ્યાન એક પોર્ન વીડિયો ચાલવાનું શરૂ થઇ ગયુ હતુ. આ મામલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે રવિવારે કોલેજનાં ઓનલાઇન વર્ગ દરમ્યાન અશ્લીલ વીડિયો ચલાવનારા અજાણ્યા ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જુહુ પોલીસનાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગયા અઠવાડિયે મુંબઇની વિલે પાર્લેની એક કોલેજમાં ઓનલાઇન ક્લાસ દરમ્યાન, તોફાની તત્વોએ એક અશ્લીલ વીડિયો ચલાવ્યો હતો. કોલેજનાં પ્રોફેસરની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઈપીસી અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. જુહુ પોલીસની સાથે સાયબર સેલનાં અધિકારીઓ પણ સંબંધિત આરોપીઓને શોધી રહ્યા છે.

પંચમહાલ /  કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજનાના કામોની આ તકતીઓ સામે સ્થળ ઉપર વિકાસના

આપને જણાવી દઈએ કે, ઓનલાઇન ક્લાસ દરમ્યાન આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશનાં અટારામાં એક ઓનલાઈન ક્લાસ દરમ્યાન એક પોર્ન વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષકને દોષી ઠેરવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે સાયબર સેલમાં એક રિપોર્ટ પણ દાખલ કરાયો હતો. દેશનાં અન્ય ભાગોમાં પણ આવા કેટલાક કેસો નોંધાયા છે.

kalmukho str 11 ઓનલાઇન ક્લાસ દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો પોર્ન વીડિયો અને પછી.....