કૃષિ આંદોલન/ પ્રદર્શન કારી ખેડૂતની યુપી દરવાજા પર આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું આવું…

ઉત્તર પ્રદેશના રામપુરનો વયોવૃદ્ધ ખેડૂતે શનિવારે સવારે યુપી ગેટ વિરોધ પ્રદર્શન સ્થળ પર મોબાઇલ શૌચાલયમાં લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક પાસેથી એક

Top Stories India

ઉત્તર પ્રદેશના રામપુરનો વયોવૃદ્ધ ખેડૂતે શનિવારે સવારે યુપી ગેટ વિરોધ પ્રદર્શન સ્થળ પર મોબાઇલ શૌચાલયમાં લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. મૃત ખેડૂતની ઓળખ 60 વર્ષીય સરદાર કાશ્મીર સિંહ તરીકે થઈ છે. તેઓ યુપી ગેટ ખાતે ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા, જ્યાં યુપી, ઉત્તરાખંડ અને પંજાબના ખેડુતો 28 નવેમ્બરથી ધરણા પર બેઠા છે. ખેડુતોએ જણાવ્યું હતું કે, સરદાર કાશ્મીરસિંહ અત્યાર સુધીમાં નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનનું કોઇ પરિણામ ન આવ્યાનાં કારણે નારાજ છે. 

ઇન્દિરાપુરમ – CO, અંશુ જૈને કહ્યું કે, “મૃતક આશરે 60 વર્ષ વૃદ્ધ છે અને તેનો મૃતદેહ આંદોલન સાઇટ પર મોબાઇલ શૌચાલયમાં લટકતો મળ્યો હતો.” તેણે પંજાબી ભાષામાં લખેલી સ્યુસાઇડ નોટ પણ છોડી છે. અમે યુપી ગેટ પર ખેડૂતોની સમિતિ સાથે વાત કરી છે અને તેઓ ટૂંક સમયમાં પોસ્ટમોર્ટમ અને અન્ય ઔપચારિકતાઓ અંગે નિર્ણય લેશે. ”

યુપી ગેટ પર બે દિવસમાં બીજુ મોત

ભારતીય કિસાન યુનિયન (બીકયુ) ના રાષ્ટ્રીય મીડિયા સંયોજક શમશેર રાણાએ કહ્યું કે, “તેમની સ્યુસાઇડ નોટમાં તેમણે સરકાર પર ખેડુતોની માંગણીઓ ન સ્વીકારવા બદલ દોષારોપણ કર્યુ છે અને એમ પણ જણાવ્યું છે કે યુપી ગેટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે.” જો કે, સંભવ છે કે તેનો મૃતદેહ તેના પૂર્વજ સ્થળે મોકલી તેના પરિવારને સોંપવામાં આવશે. ”

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં યુપી ગેટ પર મૃત્યુની આ બીજી ઘટના છે. શુક્રવારે, અન્ય 57 વર્ષીય ખેડૂત ગેલતન સિંહ યુપી ગેટની આંદોલન સાઇટ પર માર્યા ગયા હતા. તે ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી હતા, જોકે તેના મોતનું કારણ જાણી શકાયું નથી કારણ કે, તેના પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી હતી. તેના ભાઈએ જણાવ્યું કે, શુક્રવારે સવારે મૃતકે શ્વાસની ફરિયાદ કરી રહ્યા હતા અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું.

4 જાન્યુઆરીએ ફરીથી વાતચીત યોજાશે

યુપી ગેટ સહિત દિલ્હીની વિવિધ સરહદો પર વિરોધ કરી રહેલા ખેડુતો ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને ન્યુનત્તમ ટેકાના ભાવ (એમએસપી) ની બાહેંધરીની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે નવા કૃષિ કાયદા અંગે મધ્ય રસ્તો શોધવા વાટાઘાટોનું આગામી રાઉન્ડ 4 જાન્યુઆરીએ સુનિશ્ચિત થયેલ છે.

બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે, “સરકાર સાથે છેલ્લી વાતચીત દરમિયાન બે મોટા મુદ્દાઓ પર કોઈ વાત થઈ નથી. તેથી, અમે આગળ વધીને બે અન્ય મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે. જો કે, ત્રણેય કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપી પર નવો કાયદો લાવવા જેવા અમારા મુખ્ય મુદ્દાઓ 4  જાન્યુઆરી, 2021 ના રોજની વાટાઘાટો દરમિયાન ફરી ઉભા કરવામાં આવશે, ત્યાં સુધી, અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. “

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…