Not Set/ ગ્રીષ્મા હત્યાકાંડ ફરી થતા અટક્યો, ચપ્પુ લઈને સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો

શહેરના રાંદેરમાં સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો હતો. આ યુવક સગીરાને ચપ્પુ બતાવીને ડરાવી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, યુવક તેના જ મિત્રની બહેનને હેરાન કરતો હતો.

Gujarat Others
ગ્રીષ્મા

ગુજરાતમાં થોડા દિવસ અગાઉ બનેલ ગ્રીષ્મા હત્યાકાંડ બાદ એક પછી એક આવી જ ઘટનાઓ સામે આવી રહી છે. સુરત, વડોદરા અને ગાંધીનગર બાદ ફરી એકવાર સુરતમાં આવી જ ઘટના બનતા અટકી હતી. જણાવીએ કે, શહેરના રાંદેરમાં સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો હતો. આ યુવક સગીરાને ચપ્પુ બતાવીને ડરાવી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, યુવક તેના જ મિત્રની બહેનને હેરાન કરતો હતો. આ મામલે પરિવારને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવતા  રાંદેર પોલીસે ધમકી આપનાર યુવકને ઝડપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ સુરતમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતી પર જાહેરમાં છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ફેનિલ છેલ્લા કેટલાક દિવસથી ગ્રીષ્માનો પીછો કરતો હતો. આ અંગે યુવતીના પરિવાર દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો. ફેનિલે ગ્રીષ્માના ઘર બહાર પહોંચી હંગામો મચાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે,ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપી ફેનિલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ઉપયોગમાં લેવાયેલા છરો ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. તે સિવાય આરોપી ફેનિલ સાથે અન્ય આરોપીની સંડોવણી છે કે નહી તેની પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે. આરોપી ફેનિલે પ્રિ પ્લાન હત્યા કરી છે. મૃતક ગ્રીષ્માના કાકા અને ભાઇ પર પણ હુમલો કરાયો હતો. ગ્રીષ્માનું મોત થાય ત્યા સુધી આરોપી હથિયાર સાથે ઉભો થયો હતો.

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તપાસ માટે આરોપીની કસ્ટડીની જરૂર છે. હત્યા બાદ આરોપી ફેનિલે તેના મિત્રને ફોન કરી જાણકારી આપી હતી. આરોપી બે છરા લઇને આવ્યો હતો તેની તપાસ પણ બાકી છે. આરોપીના વોઇસ સ્ટેપોગ્રાફી કરવાની પણ જરૂર છે.