Not Set/ સની દેઓલે રવિના સંગ કર્યો ડાંસ, પપ્પાને ડાંસ કરતા જોઇ શરમાયો કરણ, જુઓ વીડિયો

બોલિવુડ એક્ટર સની દેઓલનો પુત્ર કરણ દેઓલ બોલિવુડની દુનિયામાં પગ મૂકવા જઇ રહ્યો છે. તે ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યૂ કરવા તૈયાર છે. 20 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનાં પ્રમોશનમાં સની અને કરણ આ દિવસોમાં ઘણા વ્યસ્ત છે. તેઓ રિયાલિટી શોમાં દર્શકો સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ સની દેઓલ અને કરણ દેઓલ […]

Uncategorized
maxresdefault 24 સની દેઓલે રવિના સંગ કર્યો ડાંસ, પપ્પાને ડાંસ કરતા જોઇ શરમાયો કરણ, જુઓ વીડિયો

બોલિવુડ એક્ટર સની દેઓલનો પુત્ર કરણ દેઓલ બોલિવુડની દુનિયામાં પગ મૂકવા જઇ રહ્યો છે. તે ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યૂ કરવા તૈયાર છે. 20 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનાં પ્રમોશનમાં સની અને કરણ આ દિવસોમાં ઘણા વ્યસ્ત છે. તેઓ રિયાલિટી શોમાં દર્શકો સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ સની દેઓલ અને કરણ દેઓલ પ્રમોશન માટે નચ બલિયે 9 નાં સેટ પર પહોંચ્યા હતા. અહી કંઈક એવું બન્યું કે કરણ દેઓલ શરમાયો હતો.

karan સની દેઓલે રવિના સંગ કર્યો ડાંસ, પપ્પાને ડાંસ કરતા જોઇ શરમાયો કરણ, જુઓ વીડિયો

સેટ પર, શો ની જજ રવિના ટંડન અને સની દેઓલ આશિકી કા… ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સની દેઓલ આ ગીત સાથે પોતાની જવાનીનાં દિવસોમાં ખોવાઈ ગયો હતો. આ જોઈને સનીનો પુત્ર શરમાઇ ગયો હતો. જ્યારે સની દેઓલ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે કરણ ઉભો થયો અને સ્ટેજ પર પહોંચ્યો અને તે તેના પિતા સન્ની દેઓલને ભેટી પડ્યો. એવું લાગી રહ્યું હતું કે કરણ સનીને કહેતો હતો – પપ્પા હવે બસ કરો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા શ્રોતાઓ ખૂબ હસી પડ્યા.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા શો નચ બલિયેએ પ્રેક્ષકોનાં હૃદયમાં સ્થાન બનાવ્યું છે. આ શોની પ્રત્યેક સીઝન એક મોટી હીટ રહી છે. આ વખતે પણ આ શો હિટ થવાની સંભાવના પૂરી છે. આ વખતે શોનો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. શોમાં એક્સ સેલેબ્સ એક સાથે નૃત્ય કરતા જોવા મળશે. શોમાં પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન જજની ભૂમિકામાં છે. શો ને મળતી પ્રેક્ષકોની વાહ વાહીનાં કારણે મોટા મોટા અભિનેતા-અભિનેત્રી, ડાયરેક્ટર અહી પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા આવી પહોચતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.