Crime/ વાંકાનેરનાં મિનરલ કારખાનામાં શ્રમિકને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર સુપરવાઈઝર ઝડપાયો

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી વાંકાનેર તાલુકાની હદમાં આવેલ મિનરલ કારખાનામાં માટી ખાતા સુપરવાઈઝર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થયા બાદ શ્રમિકને છરીનો ઘા ઝીંકી દેતા શ્રમિકનું મોત થયું હતું જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપી સુપરવાઈઝરને ઝડપી લીધો છે. હત્યાના બનાવ મામલે સુરેશ બીલાવાલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ભાયાતી જાંબુડિયા ગામ […]

Gujarat Others
tik tok 8 વાંકાનેરનાં મિનરલ કારખાનામાં શ્રમિકને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર સુપરવાઈઝર ઝડપાયો

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ મિનરલ કારખાનામાં માટી ખાતા સુપરવાઈઝર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થયા બાદ શ્રમિકને છરીનો ઘા ઝીંકી દેતા શ્રમિકનું મોત થયું હતું જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપી સુપરવાઈઝરને ઝડપી લીધો છે.

હત્યાના બનાવ મામલે સુરેશ બીલાવાલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ભાયાતી જાંબુડિયા ગામ નજીક મારૂતિ મિનરલના માટી ખાતાના માસ્તર જગદીશ ચાવડા અને જામસીન ધારજી બિલાવાલ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા શ્રમિક જામસિંગ બિલાવાલે ના કહી હોય જેથી બોલાચાલી થઇ હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા જગદીશ ચાવડાએ છરીનો ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું તો છરીના ઘા ઝીંકી આરોપી નાસી ગયો હતો જે હત્યાના બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ રામદેવસિંહ જાડેજા અને રાઈટર વિઠ્ઠલભાઈ સારેચીયાની ટીમ ચલાવી રહી હોય જેમાં આરોપી સુપરવાઈઝર જગદીશ ચાવડા રહે થાનગઢ વાળાને ઝડપી લીધો છે અને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે તેમ પણ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કોરોના સામેની લડાઇમાં આયુર્વેદની પણ પરીક્ષા

ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળ્યો

સૌ.યુનિનો 19મીએ વર્ચ્યુઅલ  પદવીદાન સમારંભ, માત્ર 26ને રૂબરૂ ડિગ્રી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…