Covid-19/ શાળા ખોલવાનું સમર્થન કરી રહ્યા છે AIIMS ડાયરેક્ટર, જાણો શું કહ્યુ

એક તરફ કોરોનાનાં કેસ દેશમાં વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ શાળા ખોલવાનું AIIMS ડાયરેક્ટર દ્વારા સમર્થન કરવામાં આવ્યુ છે. જો કે તેમણે રસીને લઇને પણ નિવેદન આપ્યુ છે.

India
1 47 શાળા ખોલવાનું સમર્થન કરી રહ્યા છે AIIMS ડાયરેક્ટર, જાણો શું કહ્યુ

કોરોના મહામારીની શરૂઆત થતા જ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે પાંચ મહિના પછી, શાળાઓ સામાન્ય રીતે ફરીથી ખોલવામાં આવી રહી છે. આ અંગે નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ચર્ચા શરૂ થઈ ગઇ છે. મોટાભાગનાં લોકો માને છે કે જ્યાં સુધી બાળકો માટે રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ હોવી જોઈએ. જો કે, AIIMS દિલ્હીનાં ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનો આ બાબતમાં સંપૂર્ણપણે અલગ અભિપ્રાય છે.

આ પણ વાંચો – Covid-19 / તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

આપને જણાવાી દઇએ કે, કોરોનાનાં કેસો એક તરફ વધી રહ્યા છે, ત્યારે દેશનાં ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે, જેને લઇને અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  ડો. ગુલેરિયાનું માનવું છે કે, જો આપણે રસીની રાહ જોઇશું, તો શાળાઓ આવતા વર્ષનાં મધ્ય સુધી બંધ રહેશે. આટલા લાંબા સમય સુધી શાળાઓ બંધ રાખવી યોગ્ય નથી. જેના કારણે તેઓ શાળા ખોલવામાં ટેકો આપે છે. ઉપરાંત, તે બાળકો માટે માનસિક રીતે સ્વસ્થ રહેશે. તેમણે આગળ કહ્યું કે, કેરળમાં કેસ ખૂબ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે, તેથી ત્યાં શાળાઓ ન ખોલવી જોઈએ, પરંતુ દિલ્હી જેવા રાજ્યોમાં શાળાઓ ખોલવી જરૂરી છે જ્યાં પોઝિટિવિટિીનો રેટ ઘણો ઓછો છે. ઘણા બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વિકલ્પ નથી. આવી સ્થિતિમાં શાળા ખોલવાથી દરેકને ફાયદો થશે.

આ પણ વાંચો –દુઃખદ અવસાન / બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ડો.ગુલેરિયાએ શાળાનાં સ્ટાફ અને શિક્ષકોને વહેલી તકે રસી આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે શાળામાં ભીડને રોકવા માટે પગલાં લેવાની વાત પણ કરી હતી. તેમનું માનવું છે કે જો શાળામાં વધુ કેસ નોંધાય છે, તો તે તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. એઈમ્સનાં ડાયરેક્ટરનાં જણાવ્યા અનુસાર, ભારત બાયોટેક સપ્ટેમ્બરનાં અંત સુધીમાં બાળકોની રસીનાં ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરશે. આવી સ્થિતિમાં તેને આ મહિને મંજૂરી મળે તેવી શક્યતા છે. આ સિવાય ઘણી રસીઓ પર પણ કામ ચાલી રહ્યું છે.