New Delhi/ પૂર્વ CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ

ન્યાયાધીશ એકે પટનાયકના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે કેસનો નિકાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસને બે વર્ષ થયા છે અને આવા કિસ્સામાં કાવતરાની તપાસ શક્ય નથી.

Top Stories India
a 226 પૂર્વ CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પોતાના વિરુદ્ધ ચાલતા જાતીય સતામણીના કેસ મામલે મોટી રાહત મળી છે. જેમાં આરોપોનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધો છે. આ સિવાય અદાલતે વકીલ ઉત્સવ બેંસે વતી ન્યાયપાલિકાને બદનામ કરવાના કાવતરાની તપાસની માંગ કરતી અરજી પણ બંધ કરી દીધી છે.

ન્યાયાધીશ એકે પટનાયકના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે કેસનો નિકાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસને બે વર્ષ થયા છે અને આવા કિસ્સામાં કાવતરાની તપાસ શક્ય નથી.

સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બેંસે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઇ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો પાછળ કાવતરા રચવાનો દાવો કર્યો હતો. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે તેમને નોટિસ ફટકારી હતી. કોર્ટે બેંસેને દાખલ કરેલા એફિડેવિટમાં દાવાઓની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

બેંસે તેની ફેસબુક પોસ્ટમાં, આ કાવતરાની વાત કરી હતી, તેમાં એમ પણ લખ્યું છે, “લોકોને આ વાત કહેતા પહેલા ઘણા વરિષ્ઠ શુભેચ્છકોએ મને અટકાવ્યો હતો.” શુભેચ્છકોએ મને કહ્યું કે ન્યાયાધીશો જેમની લોબીએ આ ષડયંત્ર રચ્યું છે તે મારી વિરુદ્ધ થશે અને વ્યાપારી ધોરણે મારું નુકસાન કરશે. ”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ