Delhi Liquor Scam/ મનીષ સિસોદિયાને જેલમાં રાખવા પર સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અનિશ્ચિત સમય માટે જેલમાં રાખવા પર સુપ્રીમ કોર્ટની EDને ટકોર ‘તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો.’ ઇડી કોર્ટને જવાબ આપતા જણાવ્યું કે તેઓ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 17T115104.785 મનીષ સિસોદિયાને જેલમાં રાખવા પર સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં અનિશ્ચિત સમય માટે જેલમાં રાખવા પર સુપ્રીમ કોર્ટની EDને ટકોર કરતા તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો. સુપ્રીમ કોર્ટે EDને સવાલ કર્યો કે કેસ ફાઈલ થયા બાદ પણ મનીષ સિસોદિયા સામેના આરોપો પર હજુ સુધી સુનાવણી કેમ શરૂ થઈ નથી. સુપ્રીમ કોર્ટના સવાલ પર ઇડી વતી હાજર રહેલા એએસજીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતા જણાવ્યું કે ઇડી આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે બંને તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASJ) એસવી રાજુને પૂછ્યું કે ‘તમે મનિષ સિસોદિયાને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ ન રાખી શકો. એકવાર કેસમાં ચાર્જશીટ દાખલ થઈ જાય, તરત જ આરોપો પર ચર્ચા શરૂ થવી જોઈએ. સાથે એ પ્રશ્ન પૂછયો કે ટ્રાયલ કોર્ટમાં સિસોદિયા સામેના આરોપો પર દલીલો ક્યારે શરૂ થશે. એકવાર કેસમાં ચાર્જશીટ દાખલ થઈ જાય, તરત જ આરોપો પર ચર્ચા શરૂ થવી જોઈએ. મહત્વનું છે કે જેલમાં બંધ મનીષ સિસોદિયાની જમાનત અરજી પર મંગળારે સુનાવણી જારી રહેશે.

ખાનગી કંપની લાભ અપાવવા દારૂ નીતિમાં ફેરફાર કરાયાઃ ED
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ એડિશનલ સોલિસિટર જનરલે મનીષ સિસોદિયા કેસમાં  ચાર્જ પર દલીલો ક્યારે શરૂ થશે તે મામલે જવાબ માંગ્યા હતા. ઇડી તરફથી હાજર રહેલા એએસજી રાજૂએ બેંચને કહ્યું કે સિસોદિયા સામેના કેસ ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) (આરોપીને દસ્તાવેજો પૂરા પાડવા) ની કલમ 207ના તબક્કામાં છે અને તે પછી આરોપો પર દલીલો શરૂ થશે.

વધુમાં એએસજી રાજૂએ મનીષ સિસોદિયા અને વિજય નાયર વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતાં આક્ષેપ કર્યો કે નવી આબકારી નીતિમાં સૂચિત ફેરફારો કેટલીક ખાનગી કંપનીઓને લાભ અપાવવા કરવામાં આવ્યા હતા. સાથે EDએ કોર્ટનું ધ્યાન દોર્યું કે પ્રોફિટ માર્જિન 5% થી વધારીને 12% કરવા માટે કોઈ વ્યાજબી કારણ જણાવવામાં આવ્યું નથી. કેબિનેટ બેઠકની મિનિટ્સમાં આનો કોઈ ઉલ્લેખ નથી.

ઉલ્લેખનીય છે કે . સીબીઆઈ અને ઈડી દ્વારા એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. બંને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. જેલમાં બંધ સિસોદિયાની જામની અરજી પર કોર્ટમાં 1 કલાક સુનાવણી ચાલી હતી જે સોમવારે અનિર્ણિત રહી હતી. મંગળવારે સિસોદિયાની જામની અરજી પર સુનાવણી ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 મનીષ સિસોદિયાને જેલમાં રાખવા પર સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ


આ પણ વાંચો: http://નવરાત્રીના ત્રીજા નોરતે કરો મા “ચંદ્રઘંટા”ની આરાધના