Surat News/ સુરત : દારૂની હેરાફેરી માટે ગજબનો કીમિયો

મેફરોન ગેસ સિલિન્ડરની આડમાં દારૂની ખેપ મારવામાં આવતી હોવાનું સામે આવ્યું

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં દારૂની હેરાફેરી માટે ગજબનો કિમીયો અજમાવવામાં આવ્યો છે. આરોપીઓે હવે ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે. જેમાં મેફરોન ગેસ સિલિન્ડરની આડમાં દારૂની ખેપ મારવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મેફરોન ગેસ એસી અને રેફ્રીજરેટર માટે વપરાય છે. આ કેસમાં ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરીને બુટલેગરને ઝડપી લીધો હતો. જેમાં દારૂની હેરાફેરીના આ કીમિયાનો પર્દાફાશ થયો હતો.

પોલીસને ઠક્કર પેટ્રોલ પંપ સામેના રેલવે ફાટક પાસે શંકાસ્પદ ટેમ્પો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીંથી ટેમ્પો કબજે કર્યો હતો. તપાસમાં ટેમ્પોમાં રાખેલ સિલિન્ડરની આડમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં પોલીસે 1,512 જેટલી દારૂની બોટલ અને બીયરના ટીન કબજે કર્યા હતા. પોલીસે આ બનાવમાં બુટલેગર જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકર પાટીલની ધરપકડ કરી હતી. જ્યારે એક મહિલા સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો: પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત