Not Set/ સુરતમાં એક યુવકની બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હત્યા

સુરત, સુરતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પૈસાની લેતી દેતી મામલે કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર કામરેજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કબાડી માર્કેટમાં નસીબ કબાડી નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં ધંધો કરનાર મયૂર માલાણી નામના યુવકે કોઇ અન્ય વ્યક્તિ પાસેથી ધંધો કરવા માટે […]

Gujarat Surat Videos
mantavya 365 સુરતમાં એક યુવકની બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હત્યા

સુરત,

સુરતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પૈસાની લેતી દેતી મામલે કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર કામરેજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કબાડી માર્કેટમાં નસીબ કબાડી નામની દુકાન આવેલી છે.

આ દુકાનમાં ધંધો કરનાર મયૂર માલાણી નામના યુવકે કોઇ અન્ય વ્યક્તિ પાસેથી ધંધો કરવા માટે રૂપિયા 19 હજાર લીધા હતા. જે પરત ન કરતાં આ હત્યારાઓ સાથે મૃતક મયુરની બોલાચાલી થઇ હતી.

જેમાં આ હત્યારા રોષે ભરાઇ ગયા હતા અને મયૂરની બોથડ પદાર્થ મારીને તેની દુકાનમાં જ હત્યા કરી નાંખી હતી….જો કે હત્યા કર્યા બાદ હત્યારા ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.