Viral Video/ દરિયા કાંઠે યોગ કરવુ મહિલાને પડ્યુ ભારે, અચાનક આ પ્રાણીએ કર્યો હુમલો અને પછી…

સોશિયલ મીડિયા પર અમુક વીડિયો અચાનક ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે,

Videos
અચાનક

સોશિયલ મીડિયા પર અમુક વીડિયો અચાનક ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને આશ્ચર્ય થશે અને તમે પણ જોરદાર હસશો. કારણ કે, તેણે બીચ પર યોગ કરતી વખતે મહિલા સાથે શું થયું હશે તેની કલ્પના પણ નહીં કરી હોય. જણાવી દઇએ કે, લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ઉગ્ર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Viral Video/ વાંદરાનો છત પર ધ્વજ ફરકાવતો વીડિયો વાયરલ, જોઇને તમે પણ કરશો સલામ

આપને જણાવી દઇએ કે, આજકાલ ઘણા લોકો સ્વાસ્થ્ય માટે યોગ અને કસરત કરતા હોય છે. કેટલાક લોકો યોગ કરવા માટે આવી જગ્યાઓ પસંદ કરે છે, જેનાથી તેમને રાહત મળે છે. આ કડીમાં એક મહિલા યોગ કરવા માટે બીચ પર પહોંચી હતી. જેમ તમે વીડિયોમાં જોઈ શકો છો, કેવી રીતે મહિલા બીચ પર આનંદ સાથે યોગ કરતી વખતે એકદમ અલગ પોઝ આપી રહી છે. પરંતુ, તે જ સમયે એક પ્રાણી ત્યાં પહોંચે છે અને મહિલા પર હુમલો કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે પ્રાણીએ મહિલા પર હુમલો કર્યો તે ઇગુઆના છે. ઇગુઆનાનાં હુમલાથી મહિલા ડરી ગઈ હતી અને તેને ભગાડવા માટે તેણે તેના પર રેતી ફેંકી હતી. આ ફની વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો – Viral Video/ ઉત્સાહમાં આવી ભૂલી ગયા કે ક્યા ચાલી રહ્યા છે, પછી જે થયુ તે જોઇ તમે હસી નહી રોકી શકો

કોઈએ આ સમગ્ર મામલો કેમેરામાં કેદ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. હવે આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને યુઝર્સ તેના પર ખૂબ મજા લઈ રહ્યા છે. આ વીડિયોને ‘Da Iguana GalLizard’ નામનાં એકાઉન્ટ સાથે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વળી, લગભગ બે લાખ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. જ્યારે, બે હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયા બાદ તેના પર કોમેન્ટ કરી છે. સાથે જ આ વીડિયો જોયા બાદ લોકો કહે છે કે, એવી જગ્યાઓ પર યોગ ન કરો જ્યાં ભય હોય.