Surat/ કીમમાં ગમખ્વાર અકસ્માત મામલે CM અને PM એ કરી આવી જાહેરાત

કીમમાં ગમખ્વાર અકસ્માત મામલે CM અને PM એ કરી આવી જાહેરાત

Top Stories Gujarat Surat
crime 5 કીમમાં ગમખ્વાર અકસ્માત મામલે CM અને PM એ કરી આવી જાહેરાત

ગુજરાત રાજ્યના સુરતનાકીમ ખાતે રાજસ્થાની મજુરો માટે કાલરાત્રી સાબિત થી છે. એક સાથે 15 જેટલા મજુરોના ડમ્પર નીચે કચડાઈ જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્ય છે. ભર નિંદ્રામાં પોઢેલા મજુરો કાયમ માટે નિંદ્રાધીન થઈ ગયા છે.

સુરતના કીમમાં ગમખ્વાર અકસ્માતની ગંભીરતા ને ધ્યાને રાખીને રેન્જ IG રાજકુમાર પાંડિયન હોસ્પિટલ પહોચ્યા હતા. અને અકસ્માતમાં  ઇજાગ્રસ્તોની મુલાકાત  લીધી હતી. જોકે આ ઘટનામાં 18 વ્યક્તિ ડમ્પર તળે કચડાયા હતા. જેમાંથી 14 ના ઘટના સ્થળે અને બાદમાં 1 વ્યક્તિનું મોત નીપજતા કુલ 15 વ્યક્તિઓના મોત  નીપજ્યા છે. રેંજ આઈજી દ્વારા આ ઘટનામાં વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં ઘાયલને સુરત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોચી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ  છે. મૃતકો રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા ડ્રાયવર-ક્લિનરનું નિવેદન લેવાયું છે. જેમાં ટ્રક ડ્રાઇવર સાથે મંતવ્ય ન્યુઝની વાતચીત માં જાણવા મળ્યું હતું કે, શેરડીનું ટ્રેક્ટર આવતાં તેને બચાવવા જતા અકસ્માત  સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. અને ટ્રકનું સ્ટીયરીંગ લોક થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો.

PM મોદીએ સહાયની કરી જાહેરાત

સુરત માં અકાળે માર્યા ગયેલા 15 વ્યક્તિઓના મોત બાબતે દેશના pm મોદીએ શોક વ્યક્ત કર્યું હતું. અને PM મોદીએ રૂ.2 લાખ સહાયની  જાહેરાત કરી છે. મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખ સહાયની જાહેરાત કરી છે.  તો સાથે ઇજાગ્રસ્તોને રૂ.50-50 હજાર સહાયની જાહેરાત કરી છે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની કરી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની  જાહેરાત  કરી છે. મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત  કરી છે. અને સાથે મૃતક શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સાથે સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવસારી ના ચીખલી નજીક સોલધરા ઇકો પોઇન્ટ ખાતે હોડી ઊંધી વળી જવાથી 5 વ્યક્તિઓ ના થયેલા કમનસીબ મૃત્યુ અંગે શોક ની લાગણી વ્યક્ત કરી મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોને રાજ્ય સરકારની 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

 

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…