- વોચમેનને બંધક બનાવી મારમારી ચલાવી લૂંટ
- 7 જેટલા અજાણ્યા ઈસમોએ મચાવી લૂંટ
- ટેબલમાં મુકેલ 1 લાખથી વધુની ચલાવી લૂંટ
- સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં તેન નાંદીડા નજીક આવેલ બાલાજી એગ્રોમાં 7 જેટલા બુકાનીધારીઓએ લૂટ મચાવી છે. આ લુટારુઓએ બાલાજી એગ્રોના વોચમેનને બંધક બનાવી મારમારી એક લાખથી વધુની લૂંટ ચલાવી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં તેન નાંદીડા નજીક સુરત બારડોલી રોડ પર આવેલ બાલાજી એગ્રો મીલમાં ગત રાત્રિ દરમ્યાન 7 જેટલા અજાણ્યા બુકાનીધારીઓએ લૂટ ચલાવી હતી. આ લુટારુઓએ બાલાજી એગ્રોમાં વોચમેન તરીકે કામ કરતાં ધર્મપાલ સોનરાવ બ્રોડને બંધક બનાવી આંખે પટ્ટી બાંધી મારમારી માર્યો હતો. અને ત્યારબાદ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ લુંટારાઓએ વોચમેનએ બંધક બનાવ્યા બાદ ઉપરના રૂમમાં સૂતેલા બે શખ્સોને પણ રૂમમાં બંધ કરી દીધા હતા. ત્યારબાદ ટેબલમાં મુકેલ 1.11 લાખ રૂપિયા રોકડા તેમજ ચાંદીના સિક્કાની લૂટ મચાવી હતી. લુટારુઓએ ઓફિસમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ હતી. બનાવ અંગે બારડોલી પોલીસને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
