Surat/ તાપી નદીના કિનારે તરતા જોવા મળ્યા ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

ગુજરાતના સુરતમાં એક દુખદ ઘટના ઘટી છે. અહીં તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે. ત્રણ બાળકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળકીનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Surat
a 148 તાપી નદીના કિનારે તરતા જોવા મળ્યા ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

ગુજરાતના સુરતમાં એક દુખદ ઘટના ઘટી છે. અહીં તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે. ત્રણ બાળકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળકીનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના ઉમરા ગામમાં રહેતા પરિવાર બુધવારે બપોરે તાપી નદીના કાંઠે ફરવા નીકળ્યો હતો. દરમિયાન પરિવારના ત્રણ બાળકો નહાવા માટે તાપી નદીમાં કૂદી ગયા હતા. જે બાદ બાળકો નદીમાં ડૂબવા લાગ્યા અને ગાયબ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો પોલીસ કાફલો આવી ગયો હતો.

a 149 તાપી નદીના કિનારે તરતા જોવા મળ્યા ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

સાક્ષીઓના જણાવ્યા અનુસાર એક જ પરિવારના બે નજીકના ભાઈ-બહેનોના મૃતદેહ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે સુનીતા થાપા (10), પ્રતીપ થાપા (8) અને રાહુલ અને નીરુ તાપી નદીના કાંઠે રમી રહ્યા હતા. પછી ચારેય ન્હાવા માટે નદીમાં પડ્યા હતા. સુનિતા અને પ્રતીપ ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા.

જ્યારે રાહુલ પુરણ સિંહનો બચાવ થયો છે. તે જ સમયે, 7 વર્ષની બાળકી નીરુ લાપતા છે. તરવૈયાઓ દ્વારા બાક્લીને નદીમાં શોધ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાને પગલે પરિવારમાં અરાજકતા ફેલાઇ છે.

બચી ગયેલા બાળકે કહ્યું, દીદી ડૂબ ગઈ:
પોતાની નજર સામે જ પોતાના મિત્રો તેમજ સગા ભાઈ-બહેનને ડૂબતા જોઈ 4 વર્ષીય રાહુલ વિશ્વકર્મા ડઘાઈ ગયો હતો તેમજ શું કરવું શું ન કરવું એની સુઝબુઝ ગુમાવી ચુક્યો હતો. ઘટનાસ્થળ પરથી ડઘાઈને ભાગી ગયેલ રાહુલને પરિવારે સાચવ્યો હતો. જો કે, બાળક ડઘાઈ ગયેલું હોવાને લીધે કશું બોલી શક્યું ન હતું તેમજ દીદી ડૂબી ગઈ એટલું જ બોલી શક્યું હતું.

આપને જણાવી દઈએ કે આ પહેલા આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈઓનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…