Not Set/ સુરત જીલ્લામાં આવો જામ્યો છે અષાઢી માહોલ, નદી-નાળા, ડેમ-રસ્તા પર પાણી જ પાણી

સુરત જિલ્લામાં મેઘ મેહેર યથાવત જોવા મળી રહી છે. સમગ્ર સુરત જિલ્લામાં વરસી રહ્યો છે. સુરતનાં કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી,ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ તાલુકામાં ક્યાંંક ભારે તો ક્યાંક ધીમી ધારે અવિરત વરસાદથી ચારેબાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતનો ગોડધા ડેમ છલકાય ગયાનાં સમાચાર સામે આવી રહ્યા છે, સતત વરસતા વરસાદનાં પગલે  તાવરણમાં […]

Gujarat Surat
srt1 સુરત જીલ્લામાં આવો જામ્યો છે અષાઢી માહોલ, નદી-નાળા, ડેમ-રસ્તા પર પાણી જ પાણી

સુરત જિલ્લામાં મેઘ મેહેર યથાવત જોવા મળી રહી છે. સમગ્ર સુરત જિલ્લામાં વરસી રહ્યો છે. સુરતનાં કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી,ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ તાલુકામાં ક્યાંંક ભારે તો ક્યાંક ધીમી ધારે અવિરત વરસાદથી ચારેબાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતનો ગોડધા ડેમ છલકાય ગયાનાં સમાચાર સામે આવી રહ્યા છે, સતત વરસતા વરસાદનાં પગલે  તાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો સાથે સાથે સુરતનાં માંગરોળનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થય ગયો છે.

Valsad:દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ, સવારના 6 થી 12 સુધીના આંકડા આવ્યા સામે

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનાં પગલે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક જોવા મળી રહી છે. પાણીની ભારે આવકનાં કારણે માંગરોળનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થય ગયો છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાય જતા સિયાલાજ અને કોસંબાને જોડતો રોડ હાલ બંધ થઇ ગયો છે. રોડ બંધ થતા લોકોને ભારે હાલાકીન સામનો કરવો પડી રહ્યો છે. સિયાલાજ અને કોસંબાને જો઼ડતો રોડ બંધ થવાથી હાલ સિયાલાજથી કોસંબાનું 2 કિમીનું અંતર 17 કિમીમાં ફેરવાયું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.