Not Set/ સુરત: પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળ્યું, પાલિકાના પાપે 50 જાન મુકાયા જોખમમાં

સુરત. એક તરફ મોદી સરકાર સ્વચ્છતા અભિયાનની દુહાઈઓ દઈ રહી છે તો બીજી બાજુ પીએમના હોમ સ્ટેટમાં જ ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.  સુરતના પુણા ગામ વિસ્તારમાં નેતલદે અને લક્ષ્મીપાર્કમાં મનપાની બેદરકારીની ઘટના બહાર આવી છે. આ વિસ્સ્તારની અંદર સાફસફાઈ પણ ઠીકથી કરવામાં આવતી નથી, જેથી આ વિસ્તારોમાં ગંદકી પણ વધારે જોવા […]

Top Stories Gujarat
aag 2 સુરત: પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળ્યું, પાલિકાના પાપે 50 જાન મુકાયા જોખમમાં

સુરત.

એક તરફ મોદી સરકાર સ્વચ્છતા અભિયાનની દુહાઈઓ દઈ રહી છે તો બીજી બાજુ પીએમના હોમ સ્ટેટમાં જ ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.

 સુરતના પુણા ગામ વિસ્તારમાં નેતલદે અને લક્ષ્મીપાર્કમાં મનપાની બેદરકારીની ઘટના બહાર આવી છે. આ વિસ્સ્તારની અંદર સાફસફાઈ પણ ઠીકથી કરવામાં આવતી નથી, જેથી આ વિસ્તારોમાં ગંદકી પણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત નેતલદે અને લક્ષ્મીપાર્કમાં ગટર છલકાતા પીવાના પાણી સાથે ખુલી ગટરનું પાણી ભળી ગયું હતું જે કારણોથી પીવાનું પાણી દુષિત થઇ ગયું હતું. ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતાં 50 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ ગઈ છે. વ્યાપક પણે ઝાડા ઉલટીની અસરની જાણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને થતાં આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટના સ્થળે મોબાઈલ ડિસ્પેન્સરી વાન દ્વારા લોકોને સારવાર આપવાની ફરજ પડી હતી. લોકોને દવાખાના સુધી પહોંચાડવામાં આવ્યા નથી પરંતુ લોકોની હાલત ગંભીર છે અને દવા લઇ રહ્યા છે.

સુત્રો દ્વારા જાણ થઇ છે કે ઘણા સમયથી મનપા દ્વારા ગટર ઉતારવાનું કામ ઠપ પડ્યું છે. લગભગ મહિના પહેલા આ કામગીરી શરુ કરવામાં આવી હતી જે હજુ સુધી પૂરી કરવામાં આવી નથી જેથી લોકોને અત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવ્યો છે. આ ગટરમાં કામ શરુ હોવાના કારણે ચાર વર્ષની નાની બાળકી પણ ગટરમાં પડી ગઈ હતી પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ કામ કરવામાં આવ્યું નથી. તંત્રની બેદરકારીના કારણે આવું થયું છે જો સમયસર આ કામગીરી સંપૂર્ણ કરી લેવામાં આવી હોત તો આજે લોકોને આવી ઘટનાનો સામનો ન કરવો પડ્યો હોત.