નિધન/ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ કેન્સર સામે જંગ હારી, દુઃખદ નિધનથી ગુજરાતી ફિલ્મ જગત શોકમય

ગુજરાતી ફિલ્મોમાં નોખો ચીલો ચાતરનારી હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ હવે આપણી વચ્ચે રહી નથી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું

Gujarat Surat
a 256 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ કેન્સર સામે જંગ હારી, દુઃખદ નિધનથી ગુજરાતી ફિલ્મ જગત શોકમય

ગુજરાતી ફિલ્મોમાં નોખો ચીલો ચાતરનારી હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ હવે આપણી વચ્ચે રહી નથી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થતા જ ગુજરાતી ફિલ્મ જગતે મોટો આઘાત અનુભવ્યો છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે.

આ પણ વાંચો : ટીવી એક્ટર શાહિર શેખે રૂચિકા કપૂર સાથે કોર્ટમાં કર્યા લગ્ન, જુઓ ફોટો

ગત વર્ષે રાષ્ટ્રીય સ્ટાર પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ભૂમિ બ્લડ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. અંતે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.

આ પણ વાંચો :પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે અક્ષય કુમાર અને અરશદ વારસી, ટૂંક સમયમાં શરૂ કરશે આ ફિલ્મનું શૂટિંગ

ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોમાં વધુ એક ઘટના થકી ફિલ્મ જગતની હસ્તીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તાજેતરમાંજ ગુજરાતી ફિલ્મ જગતાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઓફ લતા મંગેશકર તરીકે ખ્યાતનામ ગાયક મહેશ કનોડિયાની જોડીએ પણ કોરોના કાળમાં વિદાય લીધી હતી.

આ પણ વાંચો :કોમેડીથી ભરપુર છે વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કૂલી કુલી નંબર 1’, જુઓ

નરેશ કનોડિયાનું કોરોનાના કારણે જ્યારે મહેશ કનોડિયાનું જૈફ વયના લીધે અવસાન થયું હતું ત્યારે ગુજરાતી સિનેમાંમાં પહેલા હેલ્લારો જેવી સુપ્રસિદ્ધ ફિલ્મમાં “વાગ્યો છે ઢોલ આજ વાગ્યો છે ઢોલ..” પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારોમાં નિરાશાની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ સાથોસાથ તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે સૌ શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…