Surat/ ટેક્ષના ડરે 86 કરોડના હીરા થયા બિનવારસી, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક

ટેક્ષના ડરે 86 કરોડના હીરા થયા બિનવારસી, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક

Top Stories Gujarat Surat
diamo0nd ટેક્ષના ડરે 86 કરોડના હીરા થયા બિનવારસી, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક
  • સુરત દિયોરા ભંડારી કંપનીમાં IT કાર્યવાહી મામલો
  • IT કંપનીએ 86 કરોડના હીરા કર્યા હતા જપ્ત
  • 10 લાખ નંગ હીરા આઇટી પાસે બિનવારસી
  • 130 ટકા ટેક્ષના ડરે બિનવારસી થયા હીરા
  • 15 દિવસ વીતવા છતાં કોઈ હીરા લેવા આવ્યું નહીં
  • કંપનીમાં 850 કંપનીઓ હીરા સ્કેનિંગ માટે મોકલે છે
  • હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક

સુરતમા IT દ્વારા દિયોરા ભંડારી કંપનીમાં સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં 86 કરોડના 10 લાખ નંગ હીરા કબ્જે કરવામાં આવ્યા હતા.પરંતુ મહત્વની વાત એ છે કે 15 દિવસ વીતી જવા છતાં કોઇ વ્યક્તિ હજુ સુધી IT સમક્ષ હીરા લેવા હાજર થયું નથી.

દિયોરા ભંડારી કંપનીમાં જુદીજુદી કંપનીના હીરા સ્કેનિંગ માટે આવે છે. જયારે આ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા હતા ત્યારે 850 જેટલી નાની મોટી કંપનીઓના હિરા દિયોરા ભંડારી કંપનીમાં સ્કેનિંગ માટે આવ્યા હતા. જયારે હવે કોઈ હીરા લેવા આવતું ન હોવાથી દિયોરા ભંડારી કંપનીએ ITને કહ્યું કે તમામ હીરા અમને પરત કરી આપો અમે ટેક્સ ભરી દઈશું.

કંપની દ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી હતી. કે જો કોઈ કંપની પોતાના ડાયમંડ પરત નથી લેતી તો તે ડાયમંડનો ટેકક્ષ અમે ભરી દઈશું. તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ડાયમંડ સ્કેનિંગ માટેમોકલવામાં આવ્યા હતા તેની ચિઠીના ફોટા પણ લેવામાં આવ્યા હતા.

તેમજ હજુ કંપની હીરા લેવા નથી આવી રહી તો ડીપાર્ટમેન્ટ દ્વારા શંકા ઉભી કરવામાં આવી છે કે કંપની પાસે હીરા ના યોગ્ય પુરાવાઓ નથી આથી કંપનીઓ હજુ સુધી ડાયમંડ લેવા આવી નથી. 850માંથી માત્ર 30 કંપનીઓની વિગત આવી છે.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

Weather / રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…