Not Set/ સુરત/ ખટોદરામાં યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. યુવક ઘરેથી દવા લેવા ગયા બાદ યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. સુરત શહેરના ખટોદરા વિસ્તારનાં ખોડિયારનગરમાં રહેતો વિપુલ ડામોર જે મૂળ ઝાલોડનો વતની હતો. તેની આ પ્રકારે અચાનક ઝાડ પર લટકતી લાશ મળી આવતા, યુવકે આત્મહત્યા […]

Gujarat Surat
suicide indonesia સુરત/ ખટોદરામાં યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. યુવક ઘરેથી દવા લેવા ગયા બાદ યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.

સુરત શહેરના ખટોદરા વિસ્તારનાં ખોડિયારનગરમાં રહેતો વિપુલ ડામોર જે મૂળ ઝાલોડનો વતની હતો. તેની આ પ્રકારે અચાનક ઝાડ પર લટકતી લાશ મળી આવતા, યુવકે આત્મહત્યા કરી હોવાનું પોલીસ દ્વારા હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે આ મામલે પોલીસ દ્વારા સમગ્ર વિવિધ આયામોને જોઇને તપાસ કરવાની તજવીજ તેજ કરી છે.

પ્રથમ દ્રષ્ટીએ આત્મહત્યાનો બનાવ લાગવા છતા, પોલીસે લાશ પીએમ માટે મોકલી અને તપાસ શરૂ કરી દીધી હોવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે મોતનાં રહસ્ય પીએમ રીપોર્ટ આવ્યા બાદ ઉજાગર થશે તેવુ પોલીસનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.