Surat News/ સુરતમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ હજુ શમી નહીં

ફાયર કર્મચારીઓે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી

Top Stories Gujarat Surat Breaking News

Surat News :સુરત(Surat)ના સચિનમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગ (Fire broke) 18 કલાક પછી પણ બેકાબૂ જોવા મળી છે. હજુ પણ આગની જ્વાળાઓ ઊંચે સુધી જોવા મળી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ ક્યારે કાબૂમાં આવશે તેની વેપારીઓ રાહ જોઈ રહ્યાં છે.

સુરત ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. મિલનો કાપડનો કચરો જ્યાં રાખવામાં આવે છે તે ગોડાઉનમાં આગ લાગી હતી. આગને કારણે નજીકના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. નવસારી હાઇવે સુધી આગમાંથી ધૂમાડો નીકળતો જોવા મળ્યો.

સુરતના હોજીવાલા વિસ્તારમાં આવેલી એક આંતરરાષ્ટ્રીય કાપડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, DGVCLના DPમાં થયેલા બ્લાસ્ટને કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને ટેક્સટાઇલ કંપનીના વાહનમાં આગ લાગી હતી. બાજુમાં આવેલી પ્લાસ્ટિક કંપનીમાં પણ ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટના બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હોજીવાલા ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CNG કાર ઝાડ સાથે અથડાયા બાદ લાગી આગ, હોળી રમવા ગયેલા 2 મિત્રો જીવતા સળગ્યા

આ પણ વાંચો:રાજકોટ એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગતા 3નાં મોત

આ પણ વાંચો:દિલ્હીના કનોટ પેલેસ સ્થિત બિક્કગેન બિરયાની રેસ્ટોરન્ટમાં આગ, 6 લોકો ગંભીરપણે દાઝ્યા