Gujarat Weather/ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં રચાયેલા ચક્રવાતી પવન વિસ્તારની અસરને કારણે, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે.

Top Stories Gujarat
Beginners guide to 2025 03 15T112736.689 રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો

Gujarat Weather: રાજ્યમાં ગરમી(Hot weather)માં આંશિક ઘટાડો થયો છે, પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે, કંડલામાં સૌથી વધુ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ગરમીની અસર રહેશે.

canstockphoto5698548 રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં 39.3 ડિગ્રી, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3  ડિગ્રી, ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, કેશોદમાં 38 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી, મહુવામાં 37.6 ડિગ્રી અને ભાવનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં રચાયેલા ચક્રવાતી પવન વિસ્તારની અસરને કારણે, રાજસ્થાન અને ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે.

th?id=OIP રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો

રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલા ચક્રવાતી પવન વિસ્તાર અને દરિયાની સપાટીથી પાંચ કિલોમીટરની ઊંચાઈએ બનેલા ટ્રફને કારણે, ગુજરાતમાં પણ તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. આગામી 3-4 દિવસ સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધવાની પ્રબળ શક્યતા છે. એન્ટિ-સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશે. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ શહેરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી જોવા મળી રહ્યું હતું. જોકે, હવે ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીથી મળશે રાહત, પવનની દિશા બદલાતા ઠંડક અનુભવાશે

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન