Surat News/ સુરતમાં 13 વર્ષીય સગીરાના મોતના કેસમાં 2 વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો, DNA મેચ થતા સાવકા પિતાની ધરપકડ

સુરતમાં 2024માં થયેલા 13 વર્ષીય સગીરાના મોતના કેસ (Surat Minor Death Case)માં બે વર્ષ બાદ મોટો વળાંક. ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસ તપાસ આગળ વધી અને DNA મેચ થતા સાવકા પિતાની ધરપકડ કરવામાં આવી.

Top Stories Gujarat Surat Breaking News
Surat Minor Death Caseમાં નવો ખુલાસો, સાવકા પિતા સામે દુષ્કર્મનો કેસ

Surat News: સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024માં 13 વર્ષીય સગીરાના થયેલા મોતના કેસ (Surat Minor Death Case)માં બે વર્ષ બાદ ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં સગીરાનું મોત બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત મોત (Surat Minor Death Case)ની નોંધ કરવામાં આવી હતી. જોકે, લાંબી ફોરેન્સિક તપાસ બાદ મળેલા રિપોર્ટમાં સગીરા સાથે મોત પહેલાં દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે ત્યારબાદ સમગ્ર મામલે ફરીથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ તરીકે સગીરાના 45 વર્ષીય સાવકા પિતાની પૂછપરછ અને DNA તપાસ કરવામાં આવી હતી. FSL રિપોર્ટમાં મળેલા નમૂના સાથે DNA મેચ થતાં પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે.

જૂન 2024માં બીમારી બાદ સગીરાનું મોત

પોલીસના જણાવ્યા મુજબ 8 જૂન 2024ના રોજ મૃતક સગીરાના ભાઈએ અઠવાલાઈન્સ પોલીસને જાણ કરી હતી કે તેની બહેનની તબિયત અચાનક બગડી હતી. સગીરાને ઉલ્ટીઓ થયા બાદ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત (Surat Minor Death Case) જાહેર કરી હતી. પ્રાથમિક તબક્કે આ ઘટનામાં અકસ્માત મોત (Surat Minor Death Case)ની નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી નમૂનાઓ અને વિસેરા FSLમાં મોકલવામાં આવ્યા હતા.

બે વર્ષ બાદ ફોરેન્સિક રિપોર્ટથી તપાસમાં વળાંક

લાંબી ફોરેન્સિક પ્રક્રિયા બાદ નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગે પોલીસને અંતિમ ‘Cause of Death’ રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ મુજબ સગીરાનું મોત (Surat Minor Death Case) ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ દરમિયાન શરીર પર ઈજાના નિશાન ઉપરાંત સગીરા સાથે જાતીય અત્યાચાર થયો હોવાના પુરાવા પણ મળ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ફોરેન્સિક તપાસમાં મળેલી આ માહિતી બાદ પોલીસે શરૂઆતમાં અજાણ્યા વ્યક્તિ સામે બળાત્કાર અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

Surat Minor Death Case:પોલીસ સાવકા પિતા સુધી કેવી રીતે પહોંચી?

ગુનો નોંધાયા બાદ પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીની ઓળખ કરવાનો હતો. તપાસ દરમિયાન મૂળ ફરિયાદ કરનાર સગીરાનો ભાઈ નેપાળ જતો રહ્યો હોવાની અને તેનો સંપર્ક ન થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે અન્ય સંભવિત કડીઓ પર તપાસ શરૂ કરી હતી. અઠવાલાઈન્સ પોલીસની ટીમે સગીરા જે શાળામાં ભણતી હતી ત્યાં તપાસ કરી હતી. આ ઉપરાંત ચોટા બજારની દુકાનો, જ્યાં સગીરાએ કામ કર્યું હતું, ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરિવારે 2024થી અત્યાર સુધીમાં જે-જે સ્થળોએ મકાન બદલ્યાં હતાં ત્યાં પણ પોલીસ પહોંચી હતી અને આસપાસના લોકો તથા અન્ય સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

પરિવારના જ સભ્ય પર પોલીસને શંકા

તપાસ દરમિયાન પોલીસને સગીરાના 45 વર્ષીય સાવકા પિતા અંગે મહત્વની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન સાવકા પિતા સગીરા સાથે અવારનવાર મારઝૂડ કરતા હોવાની માહિતી મળી હતી. પરિવારમાં નશાની લતને કારણે વારંવાર ઝઘડા થતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હતી. આ માહિતીને આધારે પોલીસે સાવકા પિતાને અટકાયતમાં લઈને તેમનો DNA સેમ્પલ મેળવ્યો હતો.

DNA રિપોર્ટ બન્યો સૌથી મહત્વનો પુરાવો

તપાસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે FSLમાંથી DNA રિપોર્ટ સામે આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ સગીરાના ફોરેન્સિક નમૂનામાંથી મળેલા DNA સાથે સાવકા પિતાનો DNA મેચ થયો હતો. આ પુરાવાના આધારે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. આ સાથે જ 2024માં અકસ્માત મોત (Surat Minor Death Case) તરીકે શરૂ થયેલા કેસની તપાસ હવે દુષ્કર્મ અને POCSOના ગુનાની દિશામાં પહોંચી છે.

DCP નિધિ ઠાકુરે શું કહ્યું?

સુરત શહેરના DCP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 જૂન 2024ના રોજ 13 વર્ષ 6 મહિનાની બાળકીના મોત અંગે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત (Surat Minor Death Case) ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે, આશરે બે વર્ષ બાદ અઠવાલાઈન્સ પોલીસને ફોરેન્સિક રિપોર્ટ મળ્યો હતો, જેમાં મોતના કારણ ઉપરાંત સગીરાના પ્રાઇવેટ અંગોમાં સીમેનની હાજરી અંગેની માહિતી સામે આવી હતી.

ત્યારબાદ પોલીસે ફરીથી તપાસ શરૂ કરી અને પરિવારના સભ્યો સહિત વિવિધ લોકો અંગે માહિતી એકત્ર કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલી કડીઓના આધારે સાવકા પિતાનો DNA સેમ્પલ લેવામાં આવ્યો હતો અને FSL રિપોર્ટમાં મેચ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

બે વર્ષ જૂના કેસમાં હવે આગળની તપાસ

બે વર્ષ સુધી અકસ્માત મોત (Surat Minor Death Case) તરીકે રહેલા આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ બાદ તપાસની દિશા બદલાઈ ગઈ છે. પોલીસ હવે આરોપી સામે નોંધાયેલા ગુનામાં વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે. સગીરાના મોતના કેસમાં DNA પુરાવો મહત્વની કડી બન્યો છે. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ, આરોપી અને સગીરા વચ્ચેના સંબંધો તથા અન્ય સંજોગોની પણ વધુ તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:સચીનના પાલીગામમાં ત્રણ સગીરાના ગૂંગળામણથી મોત થયાની સંભાવના

આ પણ વાંચો:પહેલા ફરિયાદ, પછી સમાધાન અને અંતે મોત! અમદાવાદની સગીરાની કરુણ કહાની

આ પણ વાંચો:ગાંધીનગરમાં 17 વર્ષની સગીરાનું દુષ્કર્મ બાદ મોત, સારવાર દરમિયાન તોડ્યો દમ