Gujarat/ સુરત પોલીસે ફરિયાદીઓ માટે હાથ ધર્યો નવતર પ્રયોગ! જાણો વિગત

પોલીસ અને પ્રજાના સંતુલન સાધવાના પ્રયાસ રૂપે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે

Top Stories Gujarat
6 41 સુરત પોલીસે ફરિયાદીઓ માટે હાથ ધર્યો નવતર પ્રયોગ! જાણો વિગત
  • સુરત પોલીસ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ
  • પોલીસ-પ્રજા વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ
  • ફરિયાદીને પાણી પીવડાવી શાંતિથી સાંભળવામાં આવશે
  • પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે તેવો હેતુ
  • સુરતના 28 પોલીસ સ્ટેશનમાં હાથ ધરાયો પ્રયોગ
  • પો.સ્ટેશનમાં ફરિયાદી આવે તો પાણી પીવડાવાશે
  • ત્યારબાદ ફરિયાદીને શાંતિથી સાંભળવામાં આવશે

ગુજરાતના સુરતથી મોટા સમાચાર આવ્યા છે, સુરત પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સામાન્ય નાગરિકો પોલીસ સ્ટેશન જતા ડરતા હોય છે અને તેમના માનસપટ પર પોલીસની ખરાબ છબી છવાયેલી છે જે મામલે તે પોલીસ સ્ટેશનમાં જતા સંકોચ અનુભવે છે. આ સંકોચને દૂર કરવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસ અને પ્રજાના સંતુલન સાધવાના પ્રયાસ રૂપે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે પણ ફરિયાદી સુરત પોલીસ મથકે આવશે તેને પહેલા પાણી પીવડાવવામાં આવશે અને બાદમાં શાંતિથી સાંભળવામાં આવશે. આ પ્રયોગ સુરતના 28 પોલીસ મથકે શરૂ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ સુરતનો નવતર પ્રયોગ સફળ થશે તો રાજ્યમાં પણ તેનો પડઘો પડશે અને રાજયભરના પોલીસ મથકે આ પ્રયોગ શરૂ કરવામાં આવી શકે છે. આ પ્રયોગના લીધે પોલીસ અને ફરિયાદી વચ્ચે સંતુલન જળવાશે. પ્રજા અને પોલીસ વચ્ચે અંતર ઘટાડવામાં મદદરૂપ થશે.