Surat News: સુરતના સિંગણપોર ડભોલી પોલીસની (Surat Police) સતર્કતા સામે આવી છે. બાલાજી ચાર રસ્તા નજીકથી ચાર બાળકો ગુમ થયા હતા. પોલીસે સીસીટીવી (CCTV) મદદથી ભવાનીનગર ડભોલી પાસેથી બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
સુરત પોલીસે સરાહનીય કામગીરી સામે આવી છે. સિંગણપોરમાં (Singanpore) બાલાજી ચાર રસ્તા પાસે ચાર બાળકો રમતા રમતા ગુમ થયા હતા. સમય વીતી જતા બાળકો ઘરે પાછા ન આવતા બાળકોના માતાપિતાને ચિંતા થવા લાગી હતી. તેઓએ બાળકોના ફોટા બતાવી આસપાસની જગ્યાઓ પર પૂછપરછ કરી હતી. પરંતુ તેમ છતા કોઈ ભાળ ન મળતા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
સુરત પોલીસની ટીમે તાત્કાલિક બાળકોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની અથાગ મહેનત બાદ ચાર બાળકોને પોલીસે ભવાની નગર ડભોલી પાસેથી સહીસલામત રીતે શોધી કાઢ્યા હતા. બાળકો હેમખેમ રીતે મળી જતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા
આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી