Not Set/ કાપોદ્રામાં લૂંટ મામલો, પોલીસે બાતમીના આધારે બે ઇસમને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં ચોરી, લુંટફાટ, હત્યા જેવા બનાવો તો જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બેંકમાંથી પૈસા ઉપાડી બહાર જનારને લુંટારૂએ લુંટી લીધો હતો. જેને શોધવા માટે કાપોદ્રા પોલીસ તપાસ કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા એકસીસ બેંક પાસેથી થયેલ લુંટમાં વપરાયેલ મોટર […]

Gujarat Surat Trending
srt કાપોદ્રામાં લૂંટ મામલો, પોલીસે બાતમીના આધારે બે ઇસમને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં ચોરી, લુંટફાટ, હત્યા જેવા બનાવો તો જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બેંકમાંથી પૈસા ઉપાડી બહાર જનારને લુંટારૂએ લુંટી લીધો હતો. જેને શોધવા માટે કાપોદ્રા પોલીસ તપાસ કરી હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા એકસીસ બેંક પાસેથી થયેલ લુંટમાં વપરાયેલ મોટર સાયકલ લઈને બે ઈસમો બેંક પાસે ઉભેલા છે. જેના પગલે પોલીસે બંને ઇસમને બાઈક સાથે પકડી પાડયા હતા.

જેઓની પૂછપરછ કરતા આરોપીઓનું નામ રાહુલ ઉર્ફે રોનકસીંગ અને અમીરચંદસીંગ ઉર્ફે કલવા જણાવ્યું હતુ. તે બંને બિહારના વતની હોવાનું જણાવ્યું હતુ અને તે બંને તેના બે મિત્રો ગોપાલ અને લોહા સાથે બિહાર ખાતેથી ટ્રેનમાં તેઓની મોટર સાયકલો સાથે સુરત આવી કાપોદ્રા એકસીસ બેંક ખાતે લુંટ કરવાનો મોકો શોધતા હતા.

આજથી બે મહિના અગાઉ પણ એલગ અલગ જગ્યાએ બેંકમાંથી પૈસા ઉપાડી જતાં ઈસમોનો પીછો કરી કુલ ત્રણ લુંટના બનાવોને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે અને તેઓ બિહાર ખાતે બાઈક ચોરી તેમજ આસામ ન્યુબોંગાઈ રેલ્વે સ્ટેશન ખાતે અને રેલ્વેની અંદર 15 થી 16 ચોરી અને લુંટના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

તેમની સાથે આવેલ ગોપાલ અને લોહા ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતુ. ત્યારે હાલ તો પોલીસે બંનેની બાઈક સાથે ધરપકડ કરી અન્ય બેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે..