Court/ સુરત: સિરિયલ બોમ્બ પ્લાન્ટ કરવાના મામલે આતંકીના જામીન મંજુર

વર્ષ 2008માં સુરત શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ 29 જેટલા જીવતા બૉમ્બ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ એટીએસની ટીમે શોધી કાઢ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ખુંખાર આતંકી સંગઠન સિમિની સંડોવણી બહાર આવી હતી.આતંકીઓએ વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા માટે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 29 જેટલા બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા જોકે ગુજરાતની ગુપ્તચર એજન્સીને સમગ્ર […]

Ahmedabad Gujarat
law and order 759 સુરત: સિરિયલ બોમ્બ પ્લાન્ટ કરવાના મામલે આતંકીના જામીન મંજુર

વર્ષ 2008માં સુરત શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ 29 જેટલા જીવતા બૉમ્બ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ એટીએસની ટીમે શોધી કાઢ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ખુંખાર આતંકી સંગઠન સિમિની સંડોવણી બહાર આવી હતી.આતંકીઓએ વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા માટે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 29 જેટલા બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા જોકે ગુજરાતની ગુપ્તચર એજન્સીને સમગ્ર મામલાની ગંધ આવી જતા સુરત ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ કુલ 29 જેટલા બોમ્બને શોધી કાઢીને મોટી તબાહી થાય તે પહેલા જ તેને બનતી અટકાવી હતી.

આ મામલામાં સંડોવાયેલા અને છેલ્લા 8 વર્ષથી પણ વધારે સમયથી સેન્ટ્રલ જેલમાં બંધ આતંકી તન્વીર પઠાણની માતાના અકાળે અવસાન થઇ જતા તેણે પોતાના વકીલ કે.જી.શેખ દ્વારા સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. જેની ઉપર સુનવણી હાથ ધરાતા કોર્ટે સરકારી વકીલ અમિત પટેલની દલીલોને સાંભળ્યા બાદ બચાવ પક્ષના વકીલ કેજી શેખની દલીલોને પણ સાંભળી હતી. જેમાં બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલના માતાના કુદરતી રીતે નિધન થયા છે. માતાની દફનવિધિથી લઈને શોક માનવવા સુધી માટે 27 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી એમ બે દિવસના વચગાળાના જામીનની જરૂર છે, નામદાર કોર્ટ જો જામીન આપશે તો તમામ શરતોનું પાલન કરવામાં આવશે. નામદાર સ્પેશિયલ સેશન્સ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને કેસની પરિસ્થિતિને ધ્યાને રાખીને આતંકી તન્વીર પઠાણના જામીનને શરતોને આધીન મંજુર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.