Not Set/ સુરત: પતિએ પત્નીનાં ગળા પર ચપ્પુ હુલાવી કરી નિર્મમ હત્યા

ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરતા અને સતત ઘબકતા સુરત શહેરમાં આર્થિક વિકાસની સાથે સાથે જ ગુનાનો ગ્રાફ પણ ઝડપથી વધી રહ્યો હોય તેવુ જણાઇ રહ્યું છે. ક્રાઇમ મામલે સુરતમાં કોઇ બે ચાર ઘટના રોજની સામે ન આવે તો જ નવાઇ તેવી પરિસ્થિતી હાલ જોવા મળી રહી છે. જ્યારે સુરતમાં હત્યા, રેપ જેવા ગંભીર ગુનાના બનાવો સતત […]

Gujarat Surat Others

ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરતા અને સતત ઘબકતા સુરત શહેરમાં આર્થિક વિકાસની સાથે સાથે જ ગુનાનો ગ્રાફ પણ ઝડપથી વધી રહ્યો હોય તેવુ જણાઇ રહ્યું છે. ક્રાઇમ મામલે સુરતમાં કોઇ બે ચાર ઘટના રોજની સામે ન આવે તો જ નવાઇ તેવી પરિસ્થિતી હાલ જોવા મળી રહી છે. જ્યારે સુરતમાં હત્યા, રેપ જેવા ગંભીર ગુનાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

સુરતનાં પાલનપુર જકાત નાકા સ્થિત એવર ગ્રીનમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડોતી થઇ ગઈ હતી. શહેરના રાંદેર સ્થિત એવરગ્રીનમાં બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુના ઘા કરતા બાળકો ચિચયારી કરવા માંડ્યા હતા. બાળકોની ચીસો સાંભળી પાડોશીઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ જતા તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે પતિ-પત્ની વચ્ચેનો સામાન્ય ઝગડો હત્યામાં પરિણમ્યો હતો. પતિ-પત્ની  વચ્ચે જગડો ચાલતો હતો. ત્યારે આવેશમાં આવી ગયેલા પતીએ પત્નીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હત્યારો પતિ સંજય એક રત્નકલાકાર છે અને તેણે અલ્પા સાથે 13 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા એક મહિનાથી સંજય બેકાર હતો. પત્ની અલ્પા સાથે છેલ્લા ઘણા સમયથી કંકાસ થઇ રહ્યો હતો. સંજયની મારજૂડથી કંટાળીને પત્ની અલ્પા બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા જતી રહી હતી. બનાવના દિવસે પણ અલ્પા અને સંજય વચ્ચે કંકાસ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા હત્યારા પતિ એ સંજયે અલ્પાના ગળા અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.