Not Set/ સુરત/ અનોખા લગ્ન, ન બેન્ડ બાજા, ન પંડિત, ન ફેરા, મહેમાનોએ ઘરેથી ટિફિન લાવી એકબીજા સાથે ભોજન કર્યું

સુરત માં બેન્ક મેનેજર યુવક અને ડોક્ટર યુવતીએ અનોખી રીતે લગ્ન કર્યા છે. આ યુગલે માત્ર 17 મિનિટ માં સાદાઈથી લગ્ન કર્યા  છે. જેમાં યુગલોએ ન બેન્ડ બાજા, ન પંડિત, ન ફેરા, વગર સાદાઈ લગ્ન કર્યા હતા. માત્ર ગુરુ ના મંત્ર જાપ કરીને લગ્નગ્રંથીથી જોડાઈ ને અન્ય સમાજ ને પ્રેરણા આપી છે. હાલ ના આધુનિક યુગમાં […]

Gujarat Surat
સોનિયા 4 સુરત/ અનોખા લગ્ન, ન બેન્ડ બાજા, ન પંડિત, ન ફેરા, મહેમાનોએ ઘરેથી ટિફિન લાવી એકબીજા સાથે ભોજન કર્યું

સુરત માં બેન્ક મેનેજર યુવક અને ડોક્ટર યુવતીએ અનોખી રીતે લગ્ન કર્યા છે. આ યુગલે માત્ર 17 મિનિટ માં સાદાઈથી લગ્ન કર્યા  છે. જેમાં યુગલોએ ન બેન્ડ બાજા, ન પંડિત, ન ફેરા, વગર સાદાઈ લગ્ન કર્યા હતા. માત્ર ગુરુ ના મંત્ર જાપ કરીને લગ્નગ્રંથીથી જોડાઈ ને અન્ય સમાજ ને પ્રેરણા આપી છે.

હાલ ના આધુનિક યુગમાં લગ્ન પ્રસંગે છોકરા વાળા હોય કે છોકરી વાળા હોય પણ લાખો રૂપિયા ખર્ચ કરીને લગ્ન પ્રસંગ કરતા હોય છે ત્યારે સુરત માં એક યુગલે માત્ર 17 મિનિટમાં લગ્ન કરીને લગ્નગ્રથી એ જોડાયા છે .અમદાવાદ ના રહેવાસી નિહાર જનકભાઈ શાહ બેન્ક મેનેજર છે ત્યાં અશ્વની પ્રભકર દુવાડે તેઓ હાલ mbbs ડોકટર છે.  ત્યારે આ બંને યુગલે કુ રિવાજ ..દહેજ પ્રથા, ખોટા ખર્ચ,જાત પાત,અને અન્ય સમાજ માં ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરવા માટે સાદાઈ થી લગ્ન કર્યા હતા.

જેમાં તેમના ગુરુ મહારાજના મંત્રના આધારે માત્ર 17 મિનિટ મંત્ર નો જાપ કરીને બન્ને નવ દંપતી લગ્ન ગ્રંથીમાં જોડાયા હતા. જોકે આ લગ્ન પ્રસંગ કોઈ બેન્ડ-વાજા નહિ, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહિ, કોઈ પીડિત કે ફેરા નહિ, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોકટર યુવતી 17 મિનિટ ની આરતીથી લગ્ન ગ્રંથીમાં જોડાયા હતા.  સુરતમાં થયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કર્યું હતું.જે પણ એક આ લગ્ન પાછળ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવી દીધો હતો. સમાજના એક સારા નિમાર્ણ માટે આ યુગલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદુ ઉદાહરણ આપ્યું છે.

લગ્ન પ્રસંગે દીકરા કે દીકરીના માતા પિતા દેખાદેખીમાં ડી એ તેમજ પ્રેવેડિંગ શૂટિંગ અને   અન્ય વધારા ના ખર્ચા કરીને  લાખોનો ધુમાડો કરી રહ્યા છે ત્યારે આ નવ દંપતી માત્ર ગુરુ ની આરતીનો જાપ કરીને માત્ર 17 મિનિટમાં લગ્ન કરીને  સમાજને એક અનુખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.