Not Set/ દુષ્કર્મના આરોપીઓને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતમાં વારંવાર ઘટી રહેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને પગલે CM રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોઈ દોષિતોને બક્ષવામાં નહીં આવે. વહેલામાં વહેલા તકે  કેસ ચલાવી ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. સુરત વડોદરા, રાજકોટમાં ઘટેલી ઘટનાઓને પગલે CM મેદાને આવીને ગુનેગારોને વહેલમાં વહેલી સજા કરવાની હૈયાધારણ આપી હતી. વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે આજે ક્રાઈમબ્રાન્ચે દસ દિવસની મહેનત બાદ […]

Top Stories Gujarat
rupani દુષ્કર્મના આરોપીઓને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતમાં વારંવાર ઘટી રહેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને પગલે CM રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોઈ દોષિતોને બક્ષવામાં નહીં આવે. વહેલામાં વહેલા તકે  કેસ ચલાવી ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. સુરત વડોદરા, રાજકોટમાં ઘટેલી ઘટનાઓને પગલે CM મેદાને આવીને ગુનેગારોને વહેલમાં વહેલી સજા કરવાની હૈયાધારણ આપી હતી.

વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે આજે ક્રાઈમબ્રાન્ચે દસ દિવસની મહેનત બાદ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે CM રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે સહેજ પણ ઢીલુ મુકવામાં આવશે નહી. તેઓએ કહ્યું કે ત્રણેય ઘટનાઓમાં દોષિતોને છોડવામાં નહીં આવે. આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા થાય તેના પ્રયાસ કરવામાં આવશે.

ત્રણેય ઘટનાના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીશું. ”ત્રણેય ઘટનાઓમાં દોષિતોને નહીં છોડવામાં આવે”. ”આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા થાય તેના પ્રયાસ કરીશું.  ”ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું”. કિશન કોળુભાઈ માથાસુરિયા 28 વર્ષનો જે આણંદના તારાપુરનો રહેવાસી છે. બીજો આરોપી છે જશો સોલંકી જે મૂળ રાજકોટના જસદણ ગામનો રહેવાસી છે. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. વડોદરામાં નવલખી ખાતે બનેલી ઘટનામાં બંને આરોપી છે. દુષ્કર્મની ઘટનામાં સગીરા ઉપર આરોપીઓએ 45 મિનિટ સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.