ભાવનગર નજીકના સિહોર પાસે આવેલ પ્રસિધ્ધ ખોડીયાર મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે જો કે, ખુદ જનેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈ સિહોર પોલીસે તજવીજ હાથ ધરી છે.
સિહોર પોલીસમાં અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે દીકરી દ્રષ્ટિ (ઉ.વ.9) અને ધાર્મિક (ઉ.વ.6) છે, હું જ્યારે સવારે કામે જાવા નિકળિયો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા, ત્યારે સાંજના સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે બંને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ, તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારે બાદ સાંજના સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલ માંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડેલ તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિર ના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકો ને ડુબાડી દીધા છે,
આ પણ વાંચો :રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા
આ બનાવને લઇ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જયારે માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસની બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા, તો બનાવના પગલે બન્ને મૃતક બાળકોના પિતા અજયભાઈ પણ સિહોર દોડી આવ્યા હતા,
આ પણ વાંચો :કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા
અજયભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘરકંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બંને બાળકો ને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે, આ મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવી, સિહોર પોલીસે ગુન્હો નોંધી આઈ.પી.સી.302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :શૈક્ષણિક બોર્ડ ધાેરણ 10 ની ફી પરત આપશે..?