Gujarat surat/ સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં લવ જેહાદની ઘટના સામે આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. રાજસ્થાની વેપારીની 15 વર્ષીય દીકરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 10 25T201258.589 સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતની 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રના યુવકે સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો.પોલીસ મથકમાં કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરતમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી હતી. મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે. અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ મિત્રતા વધી અને બંને એ વાતચીત શરૂ કરી હતી તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું તે સમયે કિશોરીને  પણ હોટલમાં મળવા બોલાવી હતી.ત્યારબાદ કિશોરી તેમના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેમની સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

મહત્વનું છે કે હાલના સમયમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું.જેથી માતા-પિતાને લવ જેહાદ ની આશંકા જતા તાત્કાલિક આજે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી.

તે દરમિયાન આ કિશોરી ઓરંગાબાદ ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી.જેથી પોલીસે તાત્કાલિક ઔરંગાબાદ  જઈ આરોપી મુસીબ ની ધરપકડ કરી હતી અને 15 વર્ષીય કિશોરીને તેમના ચુંગાલમાંથી છોડાવી હતી.હાલ પોલીસે મુસીબ ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ