Not Set/ લિંબાયત પોલીસની દાદાગીરી આવી સામે, સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ

સુરત, સુરતના લિંબાયતમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે પોલીસ કેવી ક્રૂર રીતે એક શખ્સને લાકડી વડે માર મારી રહી છે. કુબા મસ્જિદ પાસેની આ ઘટના છે કે પોલીસ દ્વારા રાહદારીઓને બેફામ રીતે મારવામાં આવ્યા હતા. બાઇક પર આવતા જતાં લોકો જાણે આંતકવાદી હોય તેવી રીતે લાકડી વરસાવામાં […]

Top Stories Gujarat Surat
mantavya 126 લિંબાયત પોલીસની દાદાગીરી આવી સામે, સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ

સુરત,

સુરતના લિંબાયતમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે પોલીસ કેવી ક્રૂર રીતે એક શખ્સને લાકડી વડે માર મારી રહી છે.

કુબા મસ્જિદ પાસેની આ ઘટના છે કે પોલીસ દ્વારા રાહદારીઓને બેફામ રીતે મારવામાં આવ્યા હતા. બાઇક પર આવતા જતાં લોકો જાણે આંતકવાદી હોય તેવી રીતે લાકડી વરસાવામાં આવતી હતી.

જો કે આ દરમિયાન ડરી ગયેલા લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે આ લોકો પર કેમ લાઠીઓ વરસાવી. તેવા અનેક પ્રશ્નો હાલ ઉભા થઇ રહ્યા છે. એક તરફ પોલીસે ગુનાખોરીને ડામવા નિષ્ફળ નિવડી રહી છે.

તેવામાં પોલીસ દ્વારા સ્થાનિકોને માર મારવામાં આવી રહ્યો હોવાથી સૌ કોઇમાં આક્રોશ ફેલાઇ ગયો છે. મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ  થઇ હતી. તો હવે આ માર મારનાર કહેવાતા રક્ષકો સામે ઉચ્ચઅધિકારીઓ કેવા પગલા ભરશે તે જોવાનું રહેશે.