Not Set/ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પર ફેસબુક પર અભદ્ર ટીપ્પણી,કચ્છમાં ભારેલો અગ્નિ,10 પોલિસકર્મી ઘાયલ

ગાંધીધામ, કચ્છના જાણીતા મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગદેવ વિશે સોશિયલ સાઇટ ફેસબુકમાં  અભદ્ર ટિપ્પણી થઈ હતી, જેના પગલે કચ્છના મહેશ્વરી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહેશ્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગદેવ, મતિયાદેવ અને ડો. આંબેડકર વીશે સોશ્યલ નેટવર્કીગ સાઇટ ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી થતાં કચ્છ ભરના દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. ગાંધીધામ અને માંડવી પછી રાત્રે […]

Top Stories Gujarat Others
kutch clashes મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પર ફેસબુક પર અભદ્ર ટીપ્પણી,કચ્છમાં ભારેલો અગ્નિ,10 પોલિસકર્મી ઘાયલ

ગાંધીધામ,

કચ્છના જાણીતા મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગદેવ વિશે સોશિયલ સાઇટ ફેસબુકમાં  અભદ્ર ટિપ્પણી થઈ હતી, જેના પગલે કચ્છના મહેશ્વરી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહેશ્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગદેવ, મતિયાદેવ અને ડો. આંબેડકર વીશે સોશ્યલ નેટવર્કીગ સાઇટ ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી થતાં કચ્છ ભરના દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. ગાંધીધામ અને માંડવી પછી રાત્રે ભુજમાં જ્યુબિલી સર્કલ પર વિરોધના ભાગરૂપે લોકોના ટોળા એકત્ર થયા હતા.

કચ્છના ગાંધીધામમાં મહેશ્વરી સમાજ  અને બીજા દલિત સમાજના લોકોએ શહેરના  ઓસ્લો સર્કલ ખાતે ચક્કાજામ કર્યો હતો અને ફેસબૂક માં અભદ્ર ટીપ્પણી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  ઉશ્કેરાયેલાં ટોળાંએ ઓસ્લો સર્કલ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યું હતું.

આ દરમ્યાન અચાનક મામલો બીચકતા પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવા 8 રાઉન્ડ ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા, તો સામા પક્ષે ટોળા એ પણ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં 10 જેટલા પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પથ્થરમારામાં 7 જેટલા પોલીસ વાહનોના કાચ તૂટ્યાં હતા. જો કે ત્યારબાદ પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું.અને પરિસ્થિતિ ને કાબુમાં લીધી હતી.

સોશિયલ સાઈટ પર મહેશ્વરી સમાજના આધ્યત્મ ધર્મગુરુ અંગે અયોગ્ય પોસ્ટ કરવાના મુદે એસપી સમક્ષ રજુઆત કરવા ધસી આવેલા ટોળાએ પરત ફરતા સમયે સતત ધમધમતા રહેતા ઓસ્લો સર્કલ પર વાહન વ્યવહાર અટકાવી દઈ બાનમાં લીધુ હતુ. જે અંગે ધારાસભ્ય, આગેવાનો અને પોલીસની વારંવાર સમજુતી છતા મોડી રાત સુધી માર્ગો ખુલ્લા થયા નહોતા.

રાત્રીના પથ્થરમારો થતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયુ હતુ.રાત્રે પાંચ જેટલા અશ્રુવાયુ પણ છોડ્યા બાદ સ્થીતી કાબુમાં આવી હતી. આ બનાવ પછી 20 જેટલા લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવી તપાસ ચાલુ હોવાનું કહ્યુ હતુ. ચક્કાજામના પગલે ચાર એસટી અને ખાનગી બસો ફસાઈ ગઈ હતી તો ત્યારબાદ એસટીએ રુટ બદલાવીને ગળપાદરથી બસો ચલાવવાનું શરુ કર્યુ હતું.

ઓસ્લો ગોલાઈ પર ટૉળાએ મોટી માત્રામાં એકત્રીત થઈ ટાયર સળગાવી તમામ સાઈડનો વાહન વ્યવહાર રોકી દીધો હતો. ઘટના બાદ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ આવી આ અંગે આરોપીઓને પકડી લેવાની ધરપત આપી શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા જણાવ્યુ હતુ. તો ધારાસભ્ય, સમાજના આગેવાનોએ પણ સ્થળ પર આવી ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

તો બીજી બાજુ પોલીસ પર પથ્થરમારો શરૂ થતા બે પોલીસ વાનના કાચ તુટી ગયા હતા. જ્યાર બાદ પોલીસે ટૉળાને વિખેરવા અશ્રુગોળાના રાઉન્ડ ફાયર કરવા લાગતા બંન્ને સામસામે આવી જતા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થીતી કાબુમાં આવી શકી હતી અને માર્ગો ખુલ્લા થયા હતા.  લાઠીચાર્જની ઘટનામાં મીડીયા કર્મીને પણ ઈજા પહોંચી હોવાનું અને સારવાર માટે રામબાગ ખસેડાયાનું જાણવા મળ્યુ હતું.