Surat/ કડોદરામાં પતિ સાથે ઝગડા બાદ પત્ની અને સાળાએ કર્યું એવું કે, જોઈને તમે રહી જશો દંગ

પત્ની અને સાસુ સાથે ઝઘડો કરતા સાડાએ બહેન સાથે ભેગા મળી દોરડાથી બાંધી ટેમ્પામાં નાખી પોલીસ સ્ટેશન લેજતા હતા

Gujarat Surat
a 373 કડોદરામાં પતિ સાથે ઝગડા બાદ પત્ની અને સાળાએ કર્યું એવું કે, જોઈને તમે રહી જશો દંગ

@મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – સુરત 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ કૃષ્ણ નગરમાં પત્ની તથા સાસુ સાથે ઝઘડો કરનાર યુવાનને પત્ની અને સાળાએ ભેગા મળી ટેમ્પો પાછળ બાંધીને અર્ધો કિલોમીટર સુધી ઘસડી જવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બનાવ અને ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ કૃષ્ણાનગરના સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર ના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (32)નાઓ મિલમાં છૂટક મંજૂરી કામકરે છે. તેમજ તેની પત્ની શીતલબહેન સાથે આવરનાર દારૂ પિયને ઝગડો કરતો હતો.

શુક્રવારના રોજ બપોરના 2 વાગ્યાના સમયે બાલકૃષ્ણએ તેની પત્ની શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા પતિના રોજના કંકાશથી ત્રાસેલી પત્ની શીતલએ તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો અનિલ ટેમ્પો ચલાવતો હોવાથી પોતાનો ટેમ્પો લઈને કૃષ્ણાનગર ખાતે પહોંચ્યો હતો. જ્યાં અનિલે અને શીતલ ભેગા થઈ બાલકૃષ્ણને માર માર્યો હતો, એટલે થી અટકવાની જગ્યાએ દોરડાથી બાલકૃષ્ણે બાંધ્યા બાદ ત્યાર બાદ ટેમ્પામાં નાંખી પોલીસ સ્ટેશને લઇ જતા હતા. તેવામાં ટેમ્પામાંથી નાસી છૂટવા માટે કુદી પડતા દોરડાથી બાંધેલી હાલતમાં અર્ધો કિલોમીટર સુધી રોડ ઉપર ઘસડાતાં અરેરાટી ફેલાઇ ગઈ હતી.

ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવી અનિલને મારમર્યો હતો એ ઘટનામાં બાલકૃષ્ણની હાલત ગંભીર બનતા તેને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ સંજીવની હોસ્પિટલ ખસેડતા ત્યાંના ડોકટરોએ હાલત ગંભીર હોવાનું જણાવી સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ કડોદરા પોલિસે આ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે મોડી રાત્રીએ બાલકૃષ્ણની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ બનાવ બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને પતિને છોડાવ્યો હતો. યુવકને હાલ સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બનાવ બાદ પોલીસે આરોપી પત્ની અને તેના ભાઈની અટકાયત કરી લીધી છે.