Not Set/ સુરતની લાજપોર જેલમાં કેદી મહિલાનું થયું મોત, પરિવારનો પોલીસ પર આક્ષેપ

સુરત, આજ રોજ સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલી એક મહિલાનું મોત નીપજ્યું હતું. આપને દઈએ કે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી અમૃતા ઉર્ફે જુલી ધર્મેશ ચુનારાની 14 દિવસ પહેલા પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને સુરતની લાજપોર જેલમાં કેદ કરવામાં આવી હતી. લાજપોર જેલમાં બેરેક નંબર 5માં કેદ અમૃતાની તબિયત અચાનક લથડતા […]

Top Stories Ahmedabad Gujarat Surat
lajpor mahila mot 1 સુરતની લાજપોર જેલમાં કેદી મહિલાનું થયું મોત, પરિવારનો પોલીસ પર આક્ષેપ

સુરત,

આજ રોજ સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલી એક મહિલાનું મોત નીપજ્યું હતું. આપને દઈએ કે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી અમૃતા ઉર્ફે જુલી ધર્મેશ ચુનારાની 14 દિવસ પહેલા પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને સુરતની લાજપોર જેલમાં કેદ કરવામાં આવી હતી.

લાજપોર જેલમાં બેરેક નંબર 5માં કેદ અમૃતાની તબિયત અચાનક લથડતા તેને જેલમાં સારવાર આપવામાં આવી રહી હતી. મંગળવારે તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે અમૃતાને મૃત જાહેર કરી હતી.

જો કે અમૃતાને થાઈરોઈડની બીમારી હતી. જેના કારણે જેલમાં તેની તબિયત ખરાબ થઈ હોવા છતાં જેલમાંથી તેને સારવાર માટે સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી નહીં જેથી તેનું મોત થયું તેવો આક્ષેપ અમૃતાના પરિવારજનોએ કર્યો છે.

પાસા હેઠળ અટકાયત કરી હાલ લાજપોર જેલમાં કેદ મહિલા બુટલેગરનું જેલમાં બીમાર પડ્યા બાદ મોત નિપજ્યું હતું. મહિલા બુટલેગરને જેલમાં સમયસર સારવાર મળી ન હોવાના કારણે તેનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારે જેલ બહાર ધરણા કર્યા હતા. બનાવ અંગે સચિન પોલીસ મથકના પોલીસે તપાસ શરૂ કરી છે.