Surendranagar/ જાતે જ  સોનાના દાગીના કાઢી ગઠીયાઓને આપી દીધા

નશીલો પદાર્થ સુંઘી મહિલાએ પોતે પહેરેલા સોનાના દાગીના ગઠીયાઓને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે. બન્ને ગઠીયા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અને  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી  છે.

Gujarat Others
bhayali 12 જાતે જ  સોનાના દાગીના કાઢી ગઠીયાઓને આપી દીધા

@સચીન પીઠવા સુરેન્દ્રનગર

લીંબડી ST બસસ્ટેન્ડમાં ચોરીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો  છે.  નશીલો પદાર્થ સુંઘી મહિલાએ પોતે પહેરેલા સોનાના દાગીના ગઠીયાઓને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે. બન્ને ગઠીયા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અને  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી  છે.

earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…

પ્રાપ્ત વિગતો અનુસાર ચુડા તાલુકાના કંથારીયા ગામના કંકુબેન તેમના પતિ પ્રેમજીભાઈ વાઘેલા સાથે અમદાવાદ જવા લીંબડી એસ.ટી બસસ્ટેન્ડમાં આવ્યાં હતા. અમદાવાદની બસ આવવામાં થોડીવાર હોવાથી દંપતિ બાકડા પર બેઠા હતા. ત્યારે કાળા કલરનું ટી-શર્ટ પહેરેલ 1 યુવક તેમની પાસે આવી બેઠો અને વાતચીત કરવા લાગ્યો હતો. થોડીવારમાં સફેદ રંગનો શર્ટ પહેરી બીજો વ્યક્તિ તેમની પાસે આવી બેસી ગયો હતો. વાતચીત દરમિયાન સફેદ કલરના શર્ટ પહેરેલા શખ્સે પેન્ટના પાછળના પોકેટમાં થી કોઈ વસ્તુ કાઢી ટી-શર્ટ પહેરેલા યુવકને આપી. યુવાને તે વસ્તુ કંકુબેનને દેખાડી. ત્યારબાદ કંકુબેન પતિ પ્રેમજીભાઈને ત્યાં જ બેસાડી બન્ને શખ્સો સાથે ચાલવા લાગ્યા હતા.

good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…

લીંબડી બસસ્ટેન્ડના દરવાજા પાસે પહોંચી કંકુબેને બુટ્ટી, લટકણ, વીંટી સહિતના સોનાના દાગીના પોતાના હાથે કાઢી બન્ને ગઠીયાઓને આપી દીધા હતા. ગઠીયા દાગીના લઈ રફુચક્કર થઈ ગયા. થોડીવાર પછી કંકુબેનને ખ્યાલ આવ્યો તરત જ તેઓ પતિ પાસે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરી. દંપતિએ આ અંગે બસસ્ટેન્ડ ઓથોરીટી, પોલીસને જાણ કરી હતી. બીટ જમાદાર અશ્વિન અંગારી બસસ્ટેન્ડમાં દોડી આવી સીસીટીવી કેમેરા ખંગાળતા સમગ્ર ઘટના સામે આવી હતી. ઘટના અંગે અશ્વિન અંગારીએ જણાવ્યું હતું કે બસસ્ટેન્ડમાં બાકડા ઉપર બેઠેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પરંતુ મહિલા ગઠીયાઓને દાગીના આપતા સીસીટીવી ફૂટેજ મળી શક્યા નથી. છતાં મહિલાની અરજી લઈ સીસીટીવી ફૂટેજના આધારે ગઠીયાઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

ભોગ બનનાર કંકુબેને જણાવ્યું હતું કે તેમને કોઈ નશીલો પદાર્થ સુંઘાડવામાં આવ્યો હતો જેથી તેઓ બન્ને ગઠીયાના કાબુમાં આવી ગયા હતા. પોતે સોનાના દાગીના કાઢી ગઠીયાઓને આપી દીધા હતા.