Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જૂના અને નવા ડબ્બામાં તેલનું વેચાણ કરે છે. ત્યારે જિલ્લા ફૂડ વિભાગે મુખ્ય મથકના આદેશ બાદ વેપારીઓને જૂના ડબ્બામાં તેલ ન વેચવા ચેતવણી આપી છે.આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે અને જો વેપારીઓ જૂના ડબ્બામાં તેલ વેચતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જૂના અને નવા ડબ્બામાં તેલનું વેચાણ કરી રહ્યા છે. જૂના ડબ્બામાં નવા ડબ્બા કરતાં ઓછા ભાગો હોવાથી સામાન્ય લોકો જૂના ડબ્બામાં જ તેલ ખરીદે છે.
ત્યારે જૂના ડબ્બામાં તેલ વેચવાથી સ્વચ્છતા સહિત અન્ય સમસ્યાઓ પણ સર્જાય છે. આ ડબ્બાઓને યોગ્ય રીતે સાફ કર્યા વિના જ તેલ ભરીને વેચી દેવામાં આવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આથી ફૂડ ડિપાર્ટમેન્ટ હેડક્વાર્ટર દ્વારા રાજ્યભરમાં જૂના ડબ્બામાં તેલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ વિભાગે પણ જિલ્લાના તેલના વેપારીઓને આ અંગે ચેતવણી આપી છે. જેમાં આગામી દિવસોમાં ચેકીંગ કરવામાં આવશે. સાથે જ જૂના ડબ્બામાં તેલ વેચનારાઓ સામે ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ વિભાગ કચેરીના કે.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, વડી કચેરીના આદેશ મુજબ આ પ્રતિબંધ અંગે વેપારીઓને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓઇલ મિલોના માલિકોને પણ જૂના ડબ્બામાં તેલ ન ભરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર (Surendrangar) : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે બાઇક અકસ્માતમાં બેના મોત, રાજકોટના બે યુવાનનું રાજસ્થાનમાં નિધન
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
