ગુજરાત/ વાહન ચોરી કરતા આ ચાલાક ચોરને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરી નાં પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી 4 ચોરાઉ બાઇક સાથે ઝડપાયો હતો.

Gujarat Others
સુરેન્દ્રનગર

@સચિન પીઠવા, મંતવ્યૂ ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરી નાં પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી 4 ચોરાઉ બાઇક સાથે ઝડપાયો હતો. પોલીસે કુલ 4 ચોરાઉ બાઇક સહીત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

1 206 વાહન ચોરી કરતા આ ચાલાક ચોરને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યો

આ પણ વાંચો – આરોપી ઝડપાયો /  સોશિયલ મીડિયાની અનસોશિયલ વાત, મહિલાઓને શિકાર બનાવતો આરોપી પોલીસના સંકજામાં

ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતો જઇ રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ કઇંક આવુ જ સામે આવ્યુ છે. આપને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકાનાં મોટા કેરાળા ગામનો ઇન્દ્રજીત ઉર્ફે દલો પરબતભાઇ કટોસણા વાહન ચોરીનાં પાંચ ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીનાં આધારે આરોપી ઇન્દ્રજીતને સાયલા-સુદામડા રોડ પરથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી ચોરી કરેલા વધુ ત્રણ બાઇક સાયલા વીડ વિસ્તારમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે કુલ 4 ચોરાઉ બાઇક સહીત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

1 207 વાહન ચોરી કરતા આ ચાલાક ચોરને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યો

આ પણ વાંચો – દરોડો /  સુરેન્દ્રનગરના સાયલામાં ક્વોરીની આડમાં ચાલતું બાયોડીઝલનું વેચાણ ઝડપાયું, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આરોપી ઇન્દ્રજીતે પોતાના સાગરીતો વિષ્ણુ ભરતભાઇ કુકાવાવ, વિજય રમેશભાઇ મકવાણા, દશરથ જેસીંગ દેત્રોજા, શૈલેષ સુરેશભાઈ સીતાપરા અને રાહુલ જનકભાઇ કટોસણા સાથે મળી સાણંદ, વીરમગામ, બાવળા, ચોટીલા, બગોદરા અને વાંકાનેરમાંથી બાઇકની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આ શખ્સની વધુ પુછપરછ દરમિયાન અન્ય વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનાં આ ગુજરાતમાં સમય જતા ક્રાઇમ વધતુ જઇ રહ્યુ છે. તમે સાંભળ્યુ હશે કે ઘણીવાર રાજ્યમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાય છે તો ઘણીવાર દારૂની મજા માંણતા લોકો પોલીસની પકડમાં આવે છે. આ જોતા ઘણીવાર જનમુખે ચર્ચાય છે કે, શું આ એ જ ગુજરાત છે જ્યા આપણા દેશનાં રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો.