Not Set/ બાલ-બાલ બચ્યા મનોજ તિવારી, હેલિકોપ્ટરમાં આવી ટેકનિકલ ખામી

ભાજપનાં સ્ટાર પ્રચારક મનોજ તિવારી માટે આજનો દિવસ ભારે રહ્યો છે. જણાવી દઇએ કે, હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામીનાં કારણે પાયલોટનો કંટ્રોલ રૂમનાં લોકોથી સંપર્ક તૂટી ગયો અને હેલિકોપ્ટરનું લેન્ડિંગ થઈ શક્યું ન હતું.

Top Stories India
db 30 બાલ-બાલ બચ્યા મનોજ તિવારી, હેલિકોપ્ટરમાં આવી ટેકનિકલ ખામી

ભાજપનાં સ્ટાર પ્રચારક મનોજ તિવારી માટે આજનો દિવસ ભારે રહ્યો છે. જણાવી દઇએ કે, હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામીનાં કારણે પાયલોટનો કંટ્રોલ રૂમનાં લોકોથી સંપર્ક તૂટી ગયો અને હેલિકોપ્ટરનું લેન્ડિંગ થઈ શક્યું ન હતું. ત્યારબાદ હેલિકોપ્ટર 40 મિનિટ સુધી પટનાનાં આકાશમાં ચક્કર મારતુ રહ્યુ હતુ. જો કે અંતે કોઈ રીતે પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવવુ પડ્યું હતુ.

ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારી ચૂંટણી પ્રચાર માટે બેતિયા જવાના હતા, જેના માટે તેઓ પણ સવારે 10 વાગ્યાની આસપાસ પટનાથી રવાના થયા હતા. જો કે, તેમનું હેલિકોપ્ટર બેતિયામાં ઉતર્યું નહોતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સભા સ્થળે પહોંચવાના હતા પરંતુ ઘણા ચક્કર માર્યા બાદ પણ તે ત્યાં પહોંચી શક્યા નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એટીસી સાથે સંપર્ક તૂટી જવાનું કારણ જણાવવામાં આવી રહ્યુ છે. હેલિકોપ્ટરનાં ટેકનીકલ રેડિયોની ખામીને કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે, જેના કારણે પાયલોટનો કંટ્રોલ રૂમનાં લોકોથી સંપર્ક તૂટી ગયો અને હેલિકોપ્ટરનું લેન્ડિંગ થઈ શક્યું નહી. જો કે, સમયસર સલામત ઉતરાણ કરવામાં આવ્યું હતું. મનોજ તિવારી હાલમાં પટના એરપોર્ટ પર જ છે.