Not Set/ BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

બુધવારે ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે.

Top Stories India
ગરમી 115 BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

બુધવારે ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે. જણાવી દઈએ કે, રામસ્વરૂપ શર્મા હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકનાં સાંસદ હતા. નોંધપાત્ર વાત એ છે કે, તે છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.

હાય ગરમી / રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી

સાંસદ રામસ્વરૂપ શર્માનું નિવાસસ્થાન, દિલ્હીની આરએમએલ હોસ્પિટલ નજીક ફ્લેટ છે. આ જ ફ્લેટમાં ભાજપનાં સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. જો કે તેમની આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી, દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર આ સંદર્ભે માહિતી સવારે આઠ વાગ્યે મળી હતી. આપને જણાવી દઇએ કે, રામસ્વરૂપનો જન્મ 10 જૂન 1958 માં થયો હતો અને તેઓ આરએસએસનાં સક્રિય સભ્ય પણ હતા. 2014 માં પહેલી વાર તેમને મંડી બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી. રામસ્વરૂપ મૂળ મંડી જિલ્લાનાં જોગેન્દ્રનગરનાં રહેવાસી હતા.

ગુજરાત / જામનગરનાં ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી લંડનથી પકડાયો, જુઓ આરોપીઓની Exclusive તસવીરો

આપને જણાવી દઇએ કે, મોતની જાણકારી પોલીસને મળી ત્યારે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે સાસંદનાં શવને નીચે ઉતાર્યો હતો. શરૂઆતી તપાસમાં મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. જો કે આત્મહત્યા પાછળનું શું છે તે હજુ સામે આવ્યું નથી. હાલમાં પોલીસે સાંસદનાં શવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માનાં નિધનનાં સમાચાર મળ્યા બાદ પાર્ટી પણ શોકમાંં દેખાઇ રહી છે. વળી આજે થવાની સાંસદીય દળની બેઠકને પણ રદ કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ